જમ્મૂ-કાશ્મીર: શિયાળો શરૂ થતાં ધરપકડ કરાયેલા રાજનૈતિક બંધકોને ખસેડાયા

04 November, 2019 01:48 PM IST  |  મુંબઈ ડેસ્ક

જમ્મૂ-કાશ્મીર: શિયાળો શરૂ થતાં ધરપકડ કરાયેલા રાજનૈતિક બંધકોને ખસેડાયા

જમ્મૂ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાગ સુરક્ષાને કેન્દ્રમાં રાખીને રાજનિતિ સાથે જોડાયેલા લોકોને સંતૂર હોટેલમાંથી શિફ્ટ કરવા પર ચર્ચા ચાલી રહી છે. હોટેલ સંતૂરમાં બનાવવામાં આવેલી ઉપજેલમાં 34 નેતા બંધ છે. શિફ્ટિંગનું મુખ્ય કારણ શિયાળાની ઋતુ શરૂ થતાં જ હોટેલમાં હીટિંગ યોગ્ય રીતે ન થવું અને બિલ વધારે આવવું એ છે.

હોટેલમાં નેશનલ કૉન્ફરેન્સ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી, પીપલ્સ કોન્ફરેન્સના નેતાઓ સિવાય કેટલાક સામાજિક કાર્યકર્તાઓને રાખવામાં આવ્યા છે. આ હોટેલ ડલ ઝીલના કિનારે છે. પ્રશાસન પ્રમાણે વધતી ઠંડીને કારણે અહીંનું તાપમાન શૂન્ય કરતાં પણ નીચું જાય છે. અહીં હીટિંગની યોગ્ય સગવડ ન હોવાથી રાજકારણી લોકોને બીજી જગ્યાએ ખસેડવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ જગ્યાઓમાં શ્રીનગરમાં આવેલા એમએલએ હોસ્ટેલ સામેલ છે. આ હોસ્ટેલમાં પૂર્વ વિધાયકોના રહેવાને કારણે અંગત અને સરકારી હોટલોને પણ જોઈ શકાય છે.

પ્રશાસન સુરક્ષિત સ્થળે આ રાજકારણીઓને ખસેડશે. રાજકારણી લોકોમાં પીપલ્સ ઑફ કોન્ફરેન્સના સજ્જાદ લોન, નેશનલ કોન્ફરેન્સના અલી મોહમ્મદ સાગર, પીડીપીના નઈમ અખ્તર, પૂર્વ આઇએએસ ફેઝલ સામેલ છે.

આ પણ વાંચો : Nach Baliye 9: પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી બન્યા વિનર, જુઓ તસવીરો

હોટેલ પ્રબંધક દિવસના માગે છે પાંચ હજાર
હોટેલમાં 90 દિવસથી બંધ નેતાઓને રાખવા માટે 2.65 કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છે. આ હોટેલ ઇન્ડિયન ટૂરિઝ્મ ડેવલવમેન્ટ કૉર્પોરેશનની છે. તેણે આ બિલ ગૃહ વિભાગને મોકલ્યું છે. જો કે, હોટેલ દ્વારા મોકલવામાં આવેલ બિલથી પ્રસાસન સહેમત નથી. પ્રશાસનનું સ્પષ્ટ કહેવું છે કે હોટેલને જેલમાં પરિવર્તિત કરવમાં આવી છે અને સરકારી રેટ પર પેમેન્ટ થશે. સરકાર એક દિવસ રોકાવાના માત્ર 800 રૂપિયા આપે છે, પણ હોટેલના પ્રબંધકે પાંચ હજાર રૂપિયા માગ્યા છે.

national news jammu and kashmir