જૈશે પંજાબ-રાજસ્થાનનાં રેલવે સ્ટેશનોને ફૂંકી મારવાની ધમકી આપી

20 April, 2019 11:34 AM IST  | 

જૈશે પંજાબ-રાજસ્થાનનાં રેલવે સ્ટેશનોને ફૂંકી મારવાની ધમકી આપી

રેલવે

આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પંજાબ અને રાજસ્થાનનાં ઘણાં રેલવે સ્ટેશનો ઉડાડી મૂકવાની ધમકી આપી છે. જૈશ-એ-મોહમ્મદના એરિયા કમાન્ડર મસૂર અહમદે પંજાબના ફિરોજપુરના રેલવે બોર્ડના મૅનેજરને એક પત્ર મોકલ્યો છે. પત્રમાં પંજાબ અને રાજસ્થાનનાં ઘણાં રેલવે સ્ટેશન, ધાર્મિક સ્થળો અને મિલિટરી કેન્ટ ઉડાડી મૂકવાની ચેતવણી આપી છે.

જોધપુરનાં જીઆરપી સુપરિન્ટેન્ડન્ટ મમતા વિષ્ણુએ જણાવ્યું હતું કે જૈશ-એ-મોહમ્મદના પત્ર બાદ અમે રેલવે સ્ટેશનો પર સંદિગ્ધ વસ્તુઓની તપાસ અને શોધખોળ માટે આરપીએફ સાથે એક સંયુક્ત અભિયાન શરૂ કર્યું છે. તો પંજાબના જનરલ ઇન્સ્પેક્ટર આલોક વિશાલે જણાવ્યું છે કે રાજ્યના બધા જ પોલીસ અધિકારીઓને ચેતવણી આપવામાં આવી છે. ઉપરાંત રેલવે સ્ટેશનોની સાથે-સાથે મિલિટરી કેન્ટની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : કાનપુર પાસે મોટો ટ્રેન અકસ્માત, પૂર્વા એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતર્યા

જૈશ-એ-મોહમ્મદે મોકલેલા આ પત્રમાં જયપુર, રેવાડી, જોધપુર, શ્રીગંગાનગર રેલવે સ્ટેશન, મિલિટરી કેન્ટ અને રાજ્યનાં મુખ્ય મંદિરો ઉડાડી મૂકવાની ધમકી આપવામાં આવી છે. તો પંજાબમાં ફિરોજપુર, ફરીદકોટ, બરનાલા, અમૃતસર અને જલંદહત રેલવે સ્ટેશનને ૧૩ મેએ ઉડાડી મૂકવાની ધમકી આપવામાં આવી છે. આ સિવાય અમૃતસરનું સુવર્ણ મંદિર, દુર્જિયાના મંદિર, જલંધરનું દેવી તળાવ મંદિર, ફગવાડાનું હનુમાન મંદિર, બટિંડાના દમદમા સાહિબ ગુરુદ્વારાને ૧૬ મે ઉડાડી મૂકવાની ધમકી આપવામાં આવી છે.

punjab rajasthan uttarakhand national news