JNU Violence: મોહરાધારોની થશે ઓળખ, પોલીસ પાસે છે મજબૂત પ્રૂફ

08 January, 2020 07:33 PM IST  |  Mumbai Desk

JNU Violence: મોહરાધારોની થશે ઓળખ, પોલીસ પાસે છે મજબૂત પ્રૂફ

જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલય (જેએનયૂ)માં થયોલી મારપીટ મામલે મોહરાધારોને લઈને એક મોટો ખુલાસો થયો છે. સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કેટલાક મોહરાધારોની ઓળખ થઈ ગઈ છે, ટૂંક સમયમાં જ પોલીસ આ મામલે ખુલાસો કરવાની છે. જો કે, સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કોઇ નવો કેસ આ મામલે નોંધવામાં નથી આવ્યો. જે એનયૂ હિંસા મામલે પહેલાથી જ ત્રણ કેસ પોલીસ પાસે નોંધવામાં આવી ચૂક્યા છે. અત્યાર સુધી કોઇ પણ ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ પાસે આવશ્યક લીડ છે જેની મદદથી મોહરાધારીઓની ઓળખ થઈ શકે છે.

સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડનારાની થઈ ઓળખ
મળતી માહિતા પ્રમાણે કેટલાક મોહરાધારીઓ જે વીડિયોમાં સરકારી સંપત્તિનું નુકસાન કરતાં દેખાયા હતા તેની ઓળખ કરી લીધી છે. હવે આ મામલે પોલીસ ખુલાસો કરી તેમના પર પકડ મજબૂત કરશે. જણાવીએ કે દેશની જાણીતી પ્રતિષ્ઠિત સંસ્થા જેએનયૂમાં ગયા રવિવારની રાતે કેટલાક મોહરાધારોઓ ઘુસીને ખૂબ જ ઉત્પાત મચાવ્યો હતો અને વિદ્યાર્થીઓની ખૂબ જ ધોલાઇ કરવામાં આવી હતી. આ મારપીટની ઘટનામાં કેટલાક વિદ્યાર્થીઓ સહિત કેટલાક શિક્ષકો પણ ઇજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચો : બિપાશા બાસુએ આ રીતે સાબિત કર્યું કે તે પણ છે એક ફેમિલી ગર્લ

મોહરાધારોને લઈને ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું નહોતા ભાજપાના કોઇ કાર્યકર્તા
જેએનયૂમાં મોહરાધારી હુમલાખોરોના હુમલા પર કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું છે કે ભાજપાનો કોઇ પણ કાર્યકર્તા કે નેતા હિંસા ભડકાવી શકે નહીં. તેમણે કહ્યું કે હુમલા પાછળ કૉંગ્રેસ અને આપનો હાથ છે. ઉલ્લેખનીય છે કે રવિવારે મોહરાધારી ભીડએ જેએનયૂમાં વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો પર હુમલો કર્યો. આમાં 35થી વધારે વિદ્યાર્થીઓ જોખમી થયા. આ સિવાય સંપત્તિને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. જેએનયૂ વિદ્યાર્થી સંઘે આ હુમલાનો આરોપ આરએસએસ સાથે સંબંધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) પર લગાડ્યો છે. બીજી તરફ એબીવીપીનું કહેવું છે કે આની પાછળ વામ કાર્યકર્તાઓનો હાથ છે.

national news jawaharlal nehru university