J&K: હંદવાડામાં એન્કાઉન્ટર પૂરું, 3 સુરક્ષાકર્મી શહીદ, 2 આતંકી ઠાર

05 March, 2019 06:04 PM IST  | 

J&K: હંદવાડામાં એન્કાઉન્ટર પૂરું, 3 સુરક્ષાકર્મી શહીદ, 2 આતંકી ઠાર

ફાઇલ ફોટો

પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં એલઓસીની નજીક મેંધાર, બાલાકોટ અને ક્રિશ્ના ઘાટી સેક્ટરમાં 6 વાગે સીઝફાયર ઉલ્લંઘન કર્યું. આ ઉપરાંત 

સુરક્ષાદળોએ ઉત્તરી કાશ્મીરના બાબગુંડ, હંદવાડામાં પાંચ કલાકના સર્ચ અભિયાન પછી શુક્રવારની વહેલી સવારે 2 આતંકીઓને એક ભયંકર એન્કાઉન્ટરમાં ઠાર માર્યા. માર્યા ગયેલા આતંકીઓની તાત્કાલિક ઓળખ નથી થઈ શકી. ઓપરેશનમાં 3 સુરક્ષાકર્મી શહીદ થઈ ગયા. તેમાં એક સીઆરપીએફનો જવાન અને બે જમ્મુ-કાશ્મીરના પોલીસકર્મીઓ સામેલ છે. હાલ એડમિનિસ્ટ્રેશને સાવચેતી ખાતર હંદવાડામાં સુરક્ષા વ્યવસ્થા વધારવાની સાથે જ મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓને પણ બંધ કરી દીધી છે.

મળતી માહિતી પ્રમાણે, જિલ્લા કુપવાડા હેઠળ બાબગુંડ ગામમાં આતંકીઓ છુપાયેલા હોવાની સૂચના પર ગુરુવારની રાતે આછ વાગ્યા આસપાસ સુરક્ષાદળોએ ઘેરાબંધી કરી લીધી. સુરક્ષાદળોએ ગામમાં આવતા-જતા તમામ રસ્તાઓ બંધ કરીને આતંકીઓના સંભવિત ઠેકાણાઓનો પત્તો લગાવવા માટે ઘરે-ઘરે તલાશી શરૂ કરી.

અડધી રાત પછી લગભદ એક વાગે સુરક્ષાદળો જ્યારે ગામના અંદરના હિસ્સામાં આગળ વધી રહ્યા હતા તો અચાનક એક મકાનમાં છુપાયેલા આતંકીઓએ તેમના પર ફાયરિંગ કરી દીધું. જવાનોએ પોતાને બચાવતા જવાબી ફાયરિંગ કર્યું. ત્યારબાદ ત્યાં એન્કાઉન્ટર શરૂ થઈ ગયું.

સંબંધિત પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આતંકીઓને ઘણીવાર સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું. પરંતુ તેમણે ગોળી ચલાવવાનું ચાલુ રાખ્યું. આજે છ વાગ્યા આસપાસ આતંકીઓ તરફથી ગોળીબાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો. તેમનું ઠેકાણું બનેલું મકાન પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયું. એન્કાઉન્ટરમાં બે આતંકીઓ ઠાર મરાયા. સંબંધિત અધિકારીઓએ જણાવ્યું કે બંને આતંકીઓના શબ અને તેમના હથિયાર લઈ લેવામાં આવ્યા છે. હાલ તેમની ઓળખ જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

માર્યા ગયેલા આતંકીઓના અન્ય સાથીઓ પણ ત્યાં આસપાસમાં જ છુપાયેલા હોવાની આશંકાના કારણે સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.

jammu and kashmir