રેલવેના કર્મચારીઓએ સૈનિક ટ્રેનની મૂવમેન્ટની માહિતી આપી હોવાની શંકા

02 June, 2020 09:41 AM IST  |  New Delhi | Agencies

રેલવેના કર્મચારીઓએ સૈનિક ટ્રેનની મૂવમેન્ટની માહિતી આપી હોવાની શંકા

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાની જાસૂસ કાંડમાં એક નવો ખુલાસો થયો છે. ભારતીય રેલવેના કેટલાક કર્મચારી પણ આર્મી ઇન્ટેલિજન્સ, આઇબી અને સ્પેશ્યલ સેલના રડાર પર આવી ગયા છે. કેટલાક કર્મચારીઓ પાકિસ્તાની જાસૂસો સાથે ભળી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ૩-૪ કર્મચારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. આ કર્મચારીઓ પાસેથી કઈ જાણકારી કે દસ્તાવેજ લેવામાં આવ્યા હતા અને ક્યારે-ક્યારે તેમની મુલાકાત થઈ હતી એ વિશે જાણકારી મેળવવામાં આવશે.

એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રેલવેના કર્મચારી મૂવમેન્ટ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા હોઈ શકે છે. રેલવેનું આ ડિપાર્ટમેન્ટ જ સેનાના યુનિટને ટ્રેનથી એક સ્થળેથી બીજા સ્થળે મોકલવાનું કામ કરે છે. મળતી જાણકારી મુજબ, આમ તો દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે આ જાસૂસોના મોબાઇલ ફોનમાંથી ડેટા અને જાણીકારી લઈ લીધા છે સાથોસાથ આ જાસૂસોની મૂવમેન્ટ દેશમાં ક્યાં-ક્યાં થઈ એના વિશે પણ જાણકારી મેળવી લેવામાં આવી છે.

સ્પેશ્યલ સેલે ગયા મહિને સતત પાકિસ્તાની હાઈ કમિશનના આ બન્ને કર્મચારીઓ અને તેમના ડ્રાઇવર પર નજર રાખવાનું શરૂ કર્યું અને પછી રવિવાર સાંજે કરોલ બાગ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓના એક અધિકારીએ ભારતીય સેનાના એક કર્મચારી બની આબિદ અને તાહિર સાથે એક મીટિંગ ફિક્સ કરી. ઘટનાસ્થળેથી તેમને પકડી લેવામાં આવ્યા હતા.

new delhi national news