Indian Railways : એક ભૂલ બ્લૉક કરાવી શકે છે તમારી રેલ ટિકિટ

06 November, 2019 08:17 PM IST  |  Mumbai Desk

Indian Railways : એક ભૂલ બ્લૉક કરાવી શકે છે તમારી રેલ ટિકિટ

જો તમે મોટાભાગે ટ્રેનથી પ્રવાસ કરવું પસંદ કરો છો તો આ તમારી માટે છે. હકીકતે, આપણા બધાંમાંથી કેટલાય લોકો ભીડ અને લાંબી લાઇન્સથી બચવા માટે ઑનલાઇન ટિકિટ બુક કરાવવાનું પસંદ કરો છો. તો ઘણીવાર એવું પણ થાય છે કે તહેવારોની સીઝનમાં ટ્રેનમાં વધારે ભીડ હોવાને કારણે એજન્ટની મદદ લેવાનું પસંદ કરતાં હોઈએ છીએ. એજન્ટ દ્વારા ટિકિટ બુક કરાવવા પર તમારે કેટલીક બાબતો ધ્યાન રાખવી જોઇએ. કારણ કે શક્ય છે કે પછી તમારી ઈ ટિકિટ રદ્દ કે બ્લૉક થઈ શકે છે.

આ રીતે કરો ટિકિટની બુકિંગ
સૌ પ્રથમ તમને જણાવીએ કે તમે ભારતીય રેલવે ટિકિટ આઇઆરસીટીસી દ્વારા માન્ય એજન્ટ અને યોગ્ય ઇમેલ આઈડી દ્વારા જ બુકિંગ કરાવો છો. કારણકે જો કોઇ દલાલ કે ફેક આઈડીનો ઉપયોગ કરીને ટિકિટ બુક કરવામાં આવી છે તો તમારી ટિકિટ બ્લૉક થઈ જશે, સાથે જ તમને પ્રવાસ પણ કરવામાં આપવામાં નહીં આવે. એટલું જ નહીં તમને મોટું દંડ પણ ફટકારી શકાય છે.

દિવાળીથી લઈને છઠ દરમિયાન અનેક યાત્રીઓની ટિકિટ થઈ બ્લૉક
ચર્ચાઓ પ્રમાણે દિવાળીથી લઈને છઠ પૂજા દરમિયાન 26 ઑક્ટોબરથી 4 નવેમ્બર સુધી રેલવે સુરક્ષા દળોએ અભિયાન ચલાવીને લગભગ 2801 યાત્રિકોના ટિકિટ્સ બ્લૉક કર્યા છે. કારણકે તેમણે પોતાની ટિકિટ કોઇક એવા જ એજેન્ટ અને દલાલો દ્વારા બુક કરાવી હતી.

આ પણ વાંચો : હાર્દિક પંડ્યા અને નતાશાએ માણી ડિનર ડેટ, જુઓ તસવીરો

રેલવે સતત લે છે એવા કેટલાક પગલાં
જો કે એવા અનેક દલાલોની ધરપકડ કરવામાં આવી છે. આ ફેક આઈડી દ્વારા યાત્રિકોની ટિકિટ બુક કરી હતી. ડુપ્લિકેટ મેલ આઇડી દ્વારા રેલવે ટિકિટની બુકિંગનો ધંધો કર્યા કરતાં હતા. આ અટકાવવા માટે કાર્ય વિભાગ, આઇરસીમેન્ટ, અને આરપીએફના અધિકારીઓની ટીમ મલીને આવા ખોટા ધંધાખોરોને અટકાવવાના સતત પ્રયત્નો કરી રહી છે.

indian railways tech news technology news