ભારતીય પાયલટો અનુસાર આ છે રાફેલ ફાઈટર જેટની ખાસિયતો

13 July, 2019 09:06 PM IST  | 

ભારતીય પાયલટો અનુસાર આ છે રાફેલ ફાઈટર જેટની ખાસિયતો

આ છે રાફેલ ફાઈટર જેટની ખાસિયતો

ભારત અને ફ્રાન્સ વચ્ચેના મહત્વપૂર્ણ છઠ્ઠા ગરૂડ અભ્યાસ દરમિયાન રાફેલ જેટ વિમાન ઉડાવનારા ભારતીય પાયલટોએ વિમાનનો અનુભવ શૅર કર્યો હતો. ફ્રેન્ચ ઍરફોર્સના ચીફ ઓફ સ્ટાફ જનરલ ફિલિપ લેવિગ્ને કહ્યું હતું કે, ભારતીય પાયલટો માટે રાફેલ ચલાવવાનો અનુભવ અદભુત રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, યુદ્ધઅભ્યાસ દરમિયાન શુક્રવાર ભારતીય વાયુસેનાના ઉપ વાયુસેના પ્રમુખ ઍરમાર્શલ આરકેએસ ભદોરિયાએ રાફેલ લડાકૂ વિમાન ચલાવ્યું હતું.

જનરલ ફિલિપ અનુસાર, 2-3 ઉડાન પછી સ્ક્વોડ્રન તરફથી મળતી પ્રતિક્રિયા મુજબ ભારતીય પાયલટોએ રાફેલ ફાઈટર જેટને અદભુત અને આરામદાયક દર્શાવ્યું હતું. પાયલટોનું કહેવું છે કે, વિમાનનું ઈન્ટરફેસ ઘણુ સારું છે અને ઉડાનને સરળ બનાવે છે. ફિલિપે કહ્યું હતું કે, આ સારા અને અનુભવી પાયલટ અને એક સારા વિમાન વચ્ચેનું કો-ઓર્ડિનેશન છે.

આ પણ વાંચો: રાજકોટ: કોન્સ્ટેબલ અને ASIના આપઘાત પ્રકરણમાં CCTV મળતા કોકડું ગુંચવાયું

ગરૂડ યુદ્ધાભ્યાસ દરમિયાન ભારતીય પાયલટોએ 400 કલાક ઉડાન ભરી હતી જેમાં 100 કલાક ભારતીય વિમાન અને 300 કલાક ફ્રાન્સના વિમાનોમાં ઉડાન ભરી હતી. આ યુદ્ધાભ્યાસમાં સુખોઈ અને રાફેલની જુગલબંધી પણ કરવામાં આવી હતી. 1 જુલાઈથી શરૂ થયેલ યુદ્ધાભ્યાસ 12 દિવસ ચાલ્યો હતો જેનો મુખ્ય ઉદ્દેશ ફ્રાન્સ અને ભારત વચ્ચે સુરક્ષા સમન્વય વધારવાનો હતો. યુદ્ધાભ્યાસ માટે ભારતના 120 પાયલટોની ટૂકડી ફ્રાન્સ પહોંચી હતી. આ અભ્યાસમાં સુખોઈ-30, સી-17 ગ્લોબમાસ્ટર વિમાન અને આઈએલ-78 ફ્યૂલ ભરનારા વિમાનો પણ સામેલ કરવામાં આવ્યા હતા. આ પહેલા ગરૂડ યુદ્ધાભ્યાસ 2014માં જોધપુરમાં કરવામાં આવ્યો હતો. આ યુદ્ધાભ્યાસ ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને લઈને મહત્વના માનવામાં આવે છે.

 

national news gujarati mid-day