પાકિસ્તાન એજન્સીઓએ હોટેલની ઘેરાબંધી કરી મહેમાનોને ધમકાવ્યા

03 June, 2019 11:36 AM IST  |  ઇસ્લામાબાદ

પાકિસ્તાન એજન્સીઓએ હોટેલની ઘેરાબંધી કરી મહેમાનોને ધમકાવ્યા

ભારત-પાકિસ્તાન

પાકિસ્તાનની ફરી એક વખત ભારત વિરોધી માનસિકતા છતી થઈ છે. પાકિસ્તાનસ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત ઇફ્તાર પાર્ટીમાં સામેલ થવા આવતા મહેમાનો સાથે સુરક્ષા એજન્સીઓએ ગેરવર્તણૂક કરી હતી તેમ જ કેટલાક મહેમાનોને હોટેલમાં પ્રવેશવા દેવાયા નહોતા અને પરત જવા ફરજ પાડવામાં આવી હોવાનું જણાયું છે. પાકિસ્તાન સત્તાવાળાઓના આ કરતૂતથી ફરી એક વખત પાકિસ્તાનનો અસલી ચહેરો દુનિયા સામે આવ્યો છે. પાકિસ્તાની એજન્સીઓએ હોટેલ સેરેનામાં યોજાયેલી ભારતીય દૂતાવાસની ઇફ્તાર પાર્ટીમાં મહેમાનોને રસ્તામાં અટકાવવા પ્રયાસ કર્યો હતો.

શનિવારે યોજાયેલી પાર્ટીમાં લગભગ સંખ્યાબંધ મહેમાનોને સુરક્ષા એજન્સીઓએ પરત જવા ફરજ પાડી તેમ જ તેમનું શોષણ પણ કર્યું હતું એટલું જ નહીં, સુરક્ષા એજન્સીએ ભારતીય દૂતાવાસના મહેમાનોને અલગ-અલગ અજાણ્યા નંબર પરથી ફોન કરી ધમકી આપી કે આનું પરિણામ ભોગવવા તૈયાર રહેજો.

આ દરમિયાન પાર્ટીમાં આવનારા મેહમાનોને હોટેલની બહાર રોકવામાં આવ્યા અને તેમની એક નહીં પણ અનેક વખત તપાસ કરવામાં આવી. અધિકારીઓ અને મહેમાનોએ આ વાતનો વિરોધ કર્યો તો તેમની સાથે ધક્કામુક્કી કરવામાં આવી અને અપશબ્દો કહેવામાં આવ્યા. આ આખી ઘટનાનો વિડિયો અને ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.

આ મામલે ભારતીય દૂતાવાસના હાઈ કમિશનર અજય બિસારિયાએ જણાવ્યું કે બળજબરીથી પરત ફરવા જણાવાયું હોય તેવા તમામ મહેમાનોની અમે ક્ષમા માગીએ છીએ. પાક. એજન્સીઓની આ ગેરવર્તણૂક નિરાશાજનક છે. પાક. અધિકારીઓએ આ રીતે રાજદ્વારી પ્રોટોકૉલનું ઉલ્લંઘન કર્યું એટલું જ નહીં, અસભ્ય વર્તન પણ કર્યું છે. આનાથી દ્વિપક્ષી સંબંધો પર અસર પડશે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ પાકિસ્તાનમાં ભારતીય રાજનાયકોને પરેશાન કરવા માટે તેમના ઘરની વીજળી કાપી નાખી હતી, ગૅસ કનેક્શન આપવામાં પણ મોડું કરવામાં આવ્યું છે. તેમ જ અનેક અધિકારીઓનાં ઇન્ટરનેટ કનેક્શન પણ બ્લૉક કરી દીધાં હતાં. આરોપ છે કે પાકિસ્તાન એજન્સીઓ રાજનાયકોની જાસૂસી કરી રહી છે. ભારતીય ઉચ્ચાયોગે પોતાના રાજનાયકોની મુશ્કેલીનો મામલો પાકિસ્તાન વિદેશ મંત્રાલયની સામે ઉઠાવ્યો હતો. ત્યાર બાદ ભારતીય મિશને એક નોટ જાહેર કરીને પાકસ્તાનને ચેતવણી આપી હતી.

આ પણ વાંચો : કૉંગ્રેસનાં સોશ્યલ મીડિયા પ્રમુખ દિવ્યા સ્પંદનાનું ટ્વિટર-અકાઉન્ટ બંધ

પાકિસ્તાનની હલકટાઈ, ભારતની ઇફ્તાર પાર્ટીના મહેમાનો સાથે ગેરવર્તણૂક કરાઈ

પાકિસ્તાને કરતારપુર કોરિડોરનું કામ ૯૦ ટકા સુધી પૂર્ણ કયુંર્‍ છે. જ્યારે ભારત પણ ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં આ કામ પૂર્ણ કરશે. આ મામલે ગોબિંદસિંહે જણાવ્યું કે, ૨૮ નવેમ્બર, ૨૦૧૮માં કોરિડોરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. અને પાકિસ્તાન દ્વારા તેનું મોટા ભાગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. અત્યારે છત, સરોવર અને વૉશ રૂમના ફિનિશિંગનુ કામ કરવામાં આવી રહ્યું છે.

તેમણે કહ્યું કે, ઈદ બાદ જે કામ બાકી છે તેને પૂર્ણ કરી દેવામાં આવશે. પાકિસ્તાન ગુરુનાનકની ૫૫૦મી જયંતીએ સિખ સમુદાયને મોટી ભેટ આપશે. મહત્વપૂર્ણ છે કે, ભારત અને પાકિસ્તાનનું જ્યારે વિભાજન થયું ત્યારે પંજાબનો ગુરદાસપુર જિલ્લો બે ભાગમાં વેચાઈ ગયો હતો. જેથી કરતારપુર સાહિબનો હિસ્સો પાકિસ્તાનમાં ગયો હતો, ત્યારે સરકારે ૨૨ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ આંતરરાષ્ટ્રીય સીમા પર કરતારપુર કોરિડોર બનાવવાનો નિર્ણય લીધો છે અને આ કામ પૂર્ણ થવાને આરે છે.

india pakistan national news