ચાલતી ટ્રેનમાં માણો મસાજનો આનંદ

09 June, 2019 08:56 AM IST  |  નવી દિલ્હી

ચાલતી ટ્રેનમાં માણો મસાજનો આનંદ

ચાલતી ટ્રેનમાં માણો મસાજનો આનંદ

ભારતીય રેલવેએ યાત્રીઓ માટે ટ્રેનમાં માથાનો મસાજ અને પગની તેલમાલિશની સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. પશ્ચિમ રેલવેના રતલામ મંડળના જણાવ્યા પ્રમાણે ઇન્દોરથી શરૂ થતી ૩૯ ટ્રેનોમાં આ સુવિધા આપવામાં આવશે. રેલવેએ તેમની નિયમિત ટ્રેનોમાં પહેલી વાર આવી સુવિધા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી સ્પેશ્યલ ટૂરિઝમ ટ્રેન એટલે કે પૅલેસ ઑન વ્હીલ્સ અને મહારાજા એક્સપ્રેસમાં સ્પા અને મસાજની સુવિધા મળતી હતી.

રતલામ મંડળને શુક્રવારથી ટ્રેનમાં મસાજ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. માલવા એક્સપ્રેસ, નવી દિલ્હી ઇન્ટરસિટી એક્સપ્રેસ, અહિલ્યાનગરી એક્સપ્રેસ, અવંતિકા એક્સપ્રેસ, ક્ષિપ્રા એક્સપ્રેસ, નર્મદા એક્સપ્રેસ, પેંચવૅલી એક્સપ્રેસ અને ઉજ્જયિની એક્સપ્રેસમાં મસાજ-સુવિધા શરૂ થઈ ગઈ છે. દરેક ટ્રેનમાં ૩થી ૫ ટકા મસાજર્સ રહેશે. મસાજની સુવિધા સવારે ૬થી રાતે ૧૦ વાગ્યા સુધી આપવામાં આવશે. સરકારને આ મસાજ-સુવિધા થકી વધારાની ૨૦ લાખ રૂપિયાની કમાણી થઈ શકે છે, જ્યારે પૅસેન્જરોની સંખ્યા પણ અંદાજે ૨૦,૦૦૦ જેટલી વધી શકે છે. જોકે આગળ જતાં ટિકિટના માધ્યમે અંદાજે ૯૦ લાખ રૂપિયાની કમાણી થવાની સંભાવના જોવાઈ રહી છે.

આ પણ વાંચો : રેલવે સ્ટેશન પર હવે હશે એરપોર્ટ જેવા નિયમો, નો ટિકિટ નો એન્ટ્રી

મસાજ માટે ગોલ્ડ સ્કીમમાં ૧૦૦ રૂપિયા, ડાયમન્ડમાં ૨૦૦ રૂપિયા અને પ્લૅટિનમ સ્કીમમાં ૩૦૦ રૂપિયાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. ગોલ્ડ સ્કીમમાં ૧૫થી ૨૦ મિનિટ સુધી તલના તેલની મસાજ કરવામાં આવશે, જ્યારે ડાયમન્ડ અને પ્લૅટિનમ સ્કીમમાં ક્રીમ અને વાઇપ્સની સાથે મસાજ કરવામાં આવશે. દરેક કોચ-મસાજરનો નંબર હશે.

new delhi indian railways indore