પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને માર્યા હોવાના પુરાવાઓ

07 March, 2019 07:22 AM IST  | 

પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને માર્યા હોવાના પુરાવાઓ

સેટેલાઈટ

પાકિસ્તાનમાં ઘૂસીને બાલાકોટમાં આવેલા આતંકવાદીઓના અડ્ડાઓ પર ભારતીય વાયુસેનાના હુમલાઓને લઈને ઘણા વિપક્ષો સરકાર પાસે પુરાવાઓ માગી રહ્યા છે. આ સમગ્ર વિવાદ આંતરરાષ્ટ્રીય મીડિયાના રિપોર્ટ બાદ શરૂ થયો હતો. એમાં ફોટોગ્રાફ્સ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઍર-સ્ટ્રાઇક છતાં બાલાકોટમાં આવેલી છ મદરસાઓનાં બિલ્ડિંગ જેમનાં તેમ છે.

આ પણ વાંચો : કેટલા મચ્છર મર્યા તે ગણું કે આરામથી ઉંઘુ? - વિ.કે. સિંઘ

જોકે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ઍરફોર્સના ઑપરેશનની અસર સ્પષ્ટપણે દેખાય છે. બિલ્ડિંગમાં ઘણાંબધાં બાકોરાં દેખાય છે. બન્કર-બસ્ટિંગ મિસાઇલના હુમલામાં જરૂરી નથી કે આખું બિલ્ડિંગ ધ્વસ્ત થઈ જાય. આ સ્પાઇસ ગ્લાઇડ બૉમ્બને ઇઝરાયલે બનાવ્યા છે. એનો ઉપયોગ કરીને ઍરર્ફોસે જૈશ-એ-મોહમ્મદની આતંકવાદી તાલિમ શિબિરને નષ્ટ કરી છે.

pakistan india terror attack national news indian air force