માર્ચમાં પાકિસ્તાનને આર્થિક વૈશ્વિક ફટકા આપશે ભારત: જ્યોતિષની આગાહી

22 February, 2019 08:40 AM IST  | 

માર્ચમાં પાકિસ્તાનને આર્થિક વૈશ્વિક ફટકા આપશે ભારત: જ્યોતિષની આગાહી

પ્રતીકાત્મક તસવીર

વૃષભ લગ્નની કુંડળી ધરાવતાં ભારતને ૨૨ માર્ચ-૧૯ના રોજ થનાર મંગળનું રાશિપરીવર્તન શત્રુ પર વિજય અપાવશે. મેષ લગ્નની કુંડળીવાળા પાકિસ્તાનનને શુક્રની મહાદશામાં ગુરુની અંતર્દશા ચાલી રહી હોઈ ૨૭ માર્ચ ૨૦૨૧ સુધી પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડે.

જમ્મુ કાશ્મીરના પુલવામાં ખાતે આતંકવાદી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થવાની ઘટનાને પગલે આજે દેશભરમાં રોષ છે. આતંકવાદને નેસ્તાનાબૂદ કરી દેવાની વૈશ્વિક માંગણી થઈ રહી છે ત્યારે શાસ્ત્રીજી નયનભાઈ જોશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારત અને પાકિસ્તાનની કુંડળીને આધારે પ્રિડિક્શન કર્યું છે કે, માર્ચ મહિનામાં ૭ ગ્રહોનું પરિવર્તન થઈ રહ્યું હોવાથી ભારત પાકિસ્તાનને આર્થિક રીતે અને વૈશ્વિક રીતે ફટકો આપશે. જ્યારે નવેમ્બર ૨૦૧૯થી જૂન ૨૦૨૦ દરમિયાન ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તેવા સંજોગ છે.

શાસ્ત્રીજી નયનભાઈ જોશીએ જણાવ્યું હતું કે, ૧૪ ફેબ્રુઆરીના રોજ પુલવામાં ખાતે આતંકવાદી હુમલાની ઘટનાથી આખો દેશ હતપ્રભ છે ત્યારે શું યુદ્ધ થશે કે નહીં? આતંકવાદનો સફાયો થશે કે નહીં? જેવા પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે. ત્યારે જ્યોતિષ શાસ્ત્રના સિદ્ધાંત અનુસાર સ્વતંત્ર ભારત દેશની કુંડળીનો અભ્યાસ કરતાં જાણવા મળે છે કે, વૃષભ લગ્નની સ્વતંત્ર ભારતની કુંડળીમાં ચંદ્ર કર્કનો છે અને પુષ્ય નક્ષત્ર છે. ગોચર ગ્રહ અનુસાર મેષનો મંગળ ૨૨ માર્ચ-૧૯ના રોજ વૃષભમાં પ્રવેશકરે છે. જેની સાથે ભારત દેશ પોતાના શત્રુઓ પર હાવી થશે. કોઈ નક્કર એવાં નિર્ણય અને પગલાં લેવાશે. જેનાથી આતંકવાદનો સફાયો થાય.

તેમણે વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાનની મેષ લગ્નની કુંડળીમાં અત્યારે શુક્રની મહાદશામાં ગુરુની અંતદર્શાન ચાલી રહી છે. જે ૨૭ માર્ચ -૨૦૨૧ સુધી ચાલશે. આ દરમિયાન પાકિસ્તાનને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે. આર્થિક સંકટ ઉભું કરાવશે.

નયનભાઈ જોષીએ જણાવ્યું હતું કે, માર્ચ-૧૯માં ૭ ગ્રહોનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. તા. ૭ માર્ચના રોજ રાહુ મિથુન રાશીમાં, કેતુ ધન રાશીમાં, ૧૫ માર્ચે સૂર્ય મીન રાશીમાં અને બુધ કુંભ રાશીમાં, ૨૨ માર્ચના રોજ મંગળ વૃષભ રાશીમાં, ૨૪ માર્ચના રોજ શુક્ર કુંભ રાશીમાં અને ૨૯ માર્ચે ગુરુ ધન રાશીમાં પ્રવેશ કરનાર છે. આ સાત ગ્રહોના રાશી પરિવર્તનને પરિણામે ગોચરનો અભ્યાસ કરતાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વૃશ્ચિક લગ્નની કુંડળીનો અભ્યાસ કરતાં માર્ચ માસમાં રોજે રોજ એવાં નિર્ણયો ભારત લેશે કે જેના કારણે સૈન્યનો જુસ્સો વધશે.

આ પણ વાંચો : પાકિસ્તાન સામે ભારતનું મોટું પગલું, રોકશે ત્રણ નદીઓનું પાણી

શાસ્ત્રીજીએ ઉમેર્યું હતું કે, માર્ચ માસમાં યુદ્ધની પરિસ્થિતિ ઉભી થશે પરંતું યુદ્ધ થાય તેવા સંજોગો નવેમ્બર ૨૦૧૯ થી જૂન ૨૦૨૦ દરમિયાન સંભવે તેવા સંજોગ જણાય છે. હાલના તબક્કે ભારત પાકિસ્તાને આર્થિક અને વૈશ્વિક રીતે પરાસ્ત કરશે. વિશ્વભરની મહાસત્તાઓ આતંકવાદના વિરોધમાં ભારતનું સમર્થન કરશે. આતંકવાદને વખોડશે. જોકે, માર્ચ મહિનો નિર્ણાયક રહેશે. ભારતના શત્રુ પરાજીત થશે.

pulwama district terror attack national news