India Nuclear Missile: મિસાઇલ પરિક્ષણ, પાકિસ્તાન સુધી ગુંજશે આનો અવાજ..

06 November, 2019 07:52 PM IST  |  Mumbai Desk

India Nuclear Missile: મિસાઇલ પરિક્ષણ, પાકિસ્તાન સુધી ગુંજશે આનો અવાજ..

ભારત વધુ એક પરમાણુ મિસાઇલના પરીક્ષણ માટે તૈયાર છે. ભારત શુક્રવારે (8 નવેમ્બર)ના આંધ્રપ્રદેશના તટ પરથી પનડુબ્બી દ્વારા કે-4 પરમાણુ મિસાઇલનું પરિક્ષણ કરવા જઇ રહ્યો છે. સમાચાર એજન્સી એએનઆઇએ આ વાતની માહિતી આપી છે. પનડુબ્બિયોમાંથી પોતાના દુશ્મનના ઠેકાણાંઓને મારી તોડવાની ક્ષમતાઓને વધારે મજબૂત કરવા માટે ભારત શુક્રવારે વધુ એક પગલું આગળ વધારશે. કે-4 પરમાણુ મિસાઇલની મારક ક્ષમતા 3500 કિલોમીટર કહેવામાં આવી રહી છે.

આ મિસાઇલ પ્રણાલી રક્ષા તેમજ અનુસંધાન વિકાસ સંસ્થાન (ડીઆરડીઓ) દ્વારા અરિહંત શ્રેણીની પરમાણુ પનડુબ્બિઓ માટે વિકસિત કરવામાં આવી રહી છે. અરિહંત પરમાણુ પનડુબ્બિયાં ભારત દ્વારા વિકસિત કરવામાં આવી રહી છે. આ પનડુબ્બિયાં ભારતના પરમાણુ પરિક્ષણનું મુખ્ય આધાર હશે.

પરિક્ષણનું લક્ષ્ય

સરકારી સૂત્રોએ કહ્યું, "ડીઆરડીઓ શુક્રવારે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ કટમાંથી એક અંડરવૉટર પ્લેટફૉર્મથી કે-4 પરમાણુ મિસાઇલનું પરિક્ષણ કરશે. આ પરિક્ષણ દરમિયાન ડીઆરડીઓ મિસાઇલ પ્રણાલીમાં ઉન્નત પ્રણાલિઓ ટેસ્ટ કરશે."

કે-4 બે પરમાણુ પનડુબ્બી મિસાઇલોમાંની એક છે, જે ભારત દ્વારા વિકસિત કરવામાં આવી રહી છે. એક અન્ય મિસાઇલ B-5 છે, જેની મારક ક્ષણતા 700 કિલોમીટરથી પણ વધારે છે.

કેટલી રેન્જનું હશે પરિક્ષણ?

જો કે, આ હજી સુધી સ્પષ્ટ નથી કે ડીઆરડીઓ પૂરી રેન્જ પર મિસાઇલનું પરિક્ષણ કરશે કે ઓછા અંતરમાં. ભારત દ્વારા નિયોજિત ટેસ્ટ-ફાયરિંગ માટે લાંબા અંતરની મિસાઇલ પરિક્ષણ માટે NOTAM (નોટિસ ટૂ એરમેન) અને સમુદ્રને લઈને ચેતવણી પહેલાથી જ આપી દેવામાં આવી છે.

કેટલીક અન્ય મિસાઇલોના પરિક્ષણની તૈયારી

કે-4 મિસાઇલના પરિક્ષણની યોજના ગયા મહિને બનાવવામાં આવી હતી, પણ આ સ્થગિત કરી દેવામાં આવી હતી. ડીઆરડીઓ આગામી થોડાંક અઠવાડિયામાં વધુ કેટલીક મિસાઇલોનું પણ પરિક્ષણ કરવા જઈ રહ્યા છે. ભારત, અગ્નિ-3 અને બ્રહ્મોસ મિસાઇલોના પરિક્ષણની યોજના બનાવી રહ્યું છે.

આ પણ વાંચો : હાર્દિક પંડ્યા અને નતાશાએ માણી ડિનર ડેટ, જુઓ તસવીરો

સરકારી સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે, "કે-4 મિસાઇલનું પરિક્ષણ પાણીની અંદર પંટૂન દ્વારા કરવામાં આવશે, કારણકે હજી પણ મિસાઇલનું પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે અને એક પનડુબ્બીથી લૉન્ચ ફક્ત એક વાર કરવામાં આવશે, જ્યાં સુધી આ તહેનાત કરવા માટે તૈયાર ન થઈ જાય."

national news technology news