ભારતે મસૂદ અઝહર, દાઉદ ઈબ્રાહિમ અને હાફિઝ સઈદને આતંકી જાહેર કર્યા

05 September, 2019 08:27 AM IST  | 

ભારતે મસૂદ અઝહર, દાઉદ ઈબ્રાહિમ અને હાફિઝ સઈદને આતંકી જાહેર કર્યા

મોદી સરકારે ગેરકાયદેસરની ગતિવિધિ સંશોધન કાયદા (યુએપીએ) અંતર્ગત મૌલાના મસૂદ અઝહર, દાઉદ ઇબ્રાહિમ, ઝાકી-ઉર-રહમાન લખવી અને હાફિઝ સઈદને આતંકવાદી જાહેર કર્યા છે. આ તમામ સામે રેડ કૉર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. જૈશ-એ-મોહમ્મદના હેડ મસૂદ અઝહર પર ભારતમાં ૫ આતંકવાદી હુમલાને અંજામ આપવાનો આરોપ છે.

આ જ વર્ષે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. યુએપીએમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા હતા. જુલાઈમાં સંસદમાં આ બિલને પાસ કરવામાં આવ્યું હતું. નવી જોગવાઈઓ પ્રમાણે વ્યક્તિગત રીતે પણ કોઈને આતંકવાદી જાહેર કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો: ભારત અને રશિયા વચ્ચે જમીન, સ્પેસ, ઍનર્જી સહિત ૧૫ કરાર પર હસ્તાક્ષર

આ પહેલાં ફક્ત આતંકવાદી સંગઠનોને જ આતંકવાદી જાહેર કરવામાં આવતા હતા. હવે અેમનું નામ આ યાદીમાં આવ્યા બાદ આતંકવાદી પણ વ્યક્તિગત રીતે યાદીમાં સામેલ થશે. આવનારા દિવસોમાં ઘણા અન્ય કુખ્યાત નામો આ યાદીમાં જોડાશે.

national news narendra modi gujarati mid-day