Independence Day 2019: 72 વર્ષ બાદ દેખાયું નવું કશ્મીર

15 August, 2019 09:32 AM IST  |  શ્રીનગર

Independence Day 2019: 72 વર્ષ બાદ દેખાયું નવું કશ્મીર

72 વર્ષ બાદ દેખાયું નવું કશ્મીર

આઝાદીના 72 વર્ષ બાદ કશ્મીર ઘાટીમાં તિરંગો ફરકાવવામાં આવી રહ્યો છે. રાજ્યપાલે તમામ પંચ-સરપંતને પોતાના વિસ્તારમાં તિરંગો ફરકાવવાની સૂચના આપી છે. ઉત્સાહિત પંચ-સરપંચ કરી રહ્યા છે કે પહેલી વાર કશ્મીરમાં સાચી રીતે આઝાદી મનાવવામાં આવશે. જ્યા ક્યારેય કોઈએ નહીં વિચાર્યું હોય, ત્યાં પણ આ વખતે તિરંગો નજર આવશે.

72 વર્ષ બાદ મળી અસલી આઝાદી
ઉત્તરીય કશ્મીરના હંદવાડા પાસે આવેલા કુલગામના સરપંચ 70 વર્ષીય હબીબુલ્લા શેખે કગ્યુંકે પહેલીવાર અમે અહીં કોઈ પણ પ્રકારના ડર વગર આઝાદીનો જશ્ન મનાવીશું અને તિરંગો ફરકાવીશું. અમે તૈયારી કરી લીધી છે. પોલીસ અને સેનાના અધિકારીઓએ પણ અમને સુરક્ષાનો ભરોસો અપાયવ્યો છે, પરંતુ અમે કહ્યું છે કે અમને સુરક્ષાની જરૂર નથી. જેઓ ખલેલ પહોંચાડી સકતા હતા તેમની દુકાન પાંચ ઓગસ્ટે જ બંધ થઈ ગઈ છે. તેઓ હવે નહીં આવે. 72 વર્ષ બાદ અમને આઝાદી મળઈ છે.

પહેલી વાર થયો આઝાદીનો અનુભવ
કરાલપોરાના અલ્તાફ શેખે કહ્યું કે અમે તિરંગો લઈ રાખ્યો છે.તે શરૂઆતથી જ અમારા દિલમાં વસતો હતો. પરંતુ અહીં જેહાદ અને આઝાદીના નારા આપનારા લોકોને કારણે અમે તેને કાઢી નહોતા શકતા. આ વખતે અમે તેને લહેરાવશુ. અમને તો પહેલી વાર આઝાદીનો અહેસાસ થઈ રહ્યો છે.

કોઈ ડર વગર ફરકાવીશું તિરંગો
શ્રીનગરના લાલચોકથી લગભગ 15 કિમી દૂર આવેલા છત્તરગામના નિવાસી ગુલામ મોહમ્મદે કહ્યું કે આ વખતે અમે સેનાની શિબિરમાં નથી જવાના. અમે કોઈ જ ડર વિના તિરંગો ફરકાવીશું.

આ પણ જુઓઃ આઝાદી સમયે લાલ કિલ્લા પરથી નહીં, અહીંથી થયું હતું ધ્વજ વંદન, વાંચો અજાણી વાતો

કશ્મીરથી લઈને સીમા સુધી અલર્ટ
સ્વતંત્રતા પર્વ પર કોઈ ગરબડ ન થાય એટલે પ્રશાસને આખા રાજ્યમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. પાકિસ્તાન જો યુદ્ધ વિરામનો ભંગ કરે તો તેને જવાબ દેવાની પણ તૈયારી છે. સંવેદનશીલ સ્થોળેએ વધારે સૈન્ય તહેનાત કરવામાં આવ્યું છે. ઘાટીની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

independence day jammu and kashmir