Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આઝાદી સમયે લાલ કિલ્લા પરથી નહીં, અહીંથી થયું હતું ધ્વજ વંદન

આઝાદી સમયે લાલ કિલ્લા પરથી નહીં, અહીંથી થયું હતું ધ્વજ વંદન

15 August, 2019 04:00 AM IST | મુંબઈ

આઝાદી સમયે લાલ કિલ્લા પરથી નહીં, અહીંથી થયું હતું ધ્વજ વંદન

આઝાદી સમયે લાલ કિલ્લા પરથી નહીં, અહીંથી થયું હતું ધ્વજ વંદન


15 ઓગસ્ટ 1947ના દિવસે દેશ આઝાદ થયો. આઝાદી સમયે સંખ્યાબધ વાતો જાણીતી છે, પરંતુ અહીં વાંચો એવી 10 વાતો જે તમે ભાગ્યે જ જાણતા હશો. 

1. મહાત્મા ગાંધી આઝાદીના દિવસે દિલ્હીથી હજારો કિલોમીટર દૂર બંગાળના નોઆખલીમાં હતા, જ્યાં તે હિંદુ અને મુસલમાનો વચ્ચે સાંપ્રદાયિક હિંસા રોકવા ઉપવાસ કરી રહ્યા હતા.



2. 15 ઓગસ્ટે ભારત આઝાદ થવાનું નક્કી થયા બાદ જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલે મહાત્મા ગાંધીને પત્ર લખ્યો. પત્રમાં લખ્યુ હતુ, '15 ઓગસ્ટ આપણો પહેલો સ્વતંત્રતા દિવસ હશે. તમે રાષ્ટ્રપિતા છો. તમે સામેલ થાવ અને આશીર્વાદ આપો'


3. ગાંધીજીએ આ પત્રનો જવાબ કંઈક આ રીતે આપ્યો, "જ્યારે કલકત્તામાં હિંતુ-મુસ્લિમ એકબીજાનો જીવ લઈ રહ્યા છે, ત્યારે ઉજવણી કરવા હું કેવી રીતે આવી શકું ? હું રમખાણો રોકવા જીવ પણ આપી દઈશ."

4. જવાહરલાલ નહેરુ ઐતિહાસિક ભાષણ 'ટ્રસ્ટ વિથ ડેસ્ટિની' 14 ઓગસ્ટની મધ્ય રાત્રિએ વાઈસરોય લોજ (હાલનું રાષ્ટ્રપતિ ભવન) પરથી આપ્યું હતું.


5. 15 ઓગસ્ટ, 1947એ લોર્ડ માઉન્ટ બેટને પોતાની ઓફિસમાં કામ કર્યું. બપોરે નહેરુએ પોતાના મંત્રીમંડળની યાદી સોંપી અને ઈન્ડિયા ગેટ પાસે પ્રિન્સ ગાર્ડનમાં એક સાભા સંબોધી.

6. દરેક સ્વતંત્રતા દિવસ પર ભારતીય વડાપ્રધાન લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. પરંતુ 15 ઓગસ્ટ, 1947ના રોજ આવું નહોતું થયું. લોકસભા સચિવાલયના શોધ પત્ર મુજબ નહેરુએ 16 ઓગસ્ટ, 1947ના રોજ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

7. ભારતના તત્કાલીન વાઈસરોય લોર્ડ માઉન્ટ બેટનના પ્રેસ સચિવ કેમ્પબેલ જોન્સનના મુજબ મિત્ર દેશોના સૈન્ય સામે જાપાનના સમર્પણની બીજી વરસી પણ 15 ઓગસ્ટ હતી, એટલે આ દિવસે ભારતને આઝાદ કરવાનો નિર્ણય લેવાયો.

8. 15 ઓગસ્ટ સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ નક્કી નહોતી થઈ. આ સરહદનો નિર્ણય 17 ઓગસ્ટના રોડ રેડક્લીફ લાઈનની જાહેરાત સાથે થયો.

9. ભારત 15 ઓગસ્ટે આઝાદ જરૂર થયો, પરંતુ ત્યારે દેશનું કોઈ રાષ્ટ્રગીત નહોતું. રવિન્દ્રનાથ ટાગોરે જન ગણ મનની રચના તો 1911માં જ કરી હતી. પરંતુ તેને રાષ્ટ્રગાન 1950માં જાહેર કરાયું.

10. 15 ઓગસ્ટ ભારત ઉપરાંત અન્ય ત્રણ દેશનો પણ સ્વતંત્રતા દિવસ છે. 15 ઓગસ્ટ, 1945ના રોજ જાપાન દક્ષિણ કોરિયાથી, બહેરીન બ્રિટનથી 15 ઓગસ્ટ, 1971ના રોજ અને કોંગો ફ્રાન્સથી 15 ઓગસ્ટ, 1960ના રોજ આઝાદ થયું હતું.

Whatsapp-channel Whatsapp-channel

15 August, 2019 04:00 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK