Independence Day 2019: જાણો શું છે CDS સિસ્ટમ, જે સેનામાં કરાશે લાગૂ

15 August, 2019 12:09 PM IST  |  નવી દિલ્હી

Independence Day 2019: જાણો શું છે CDS સિસ્ટમ, જે સેનામાં કરાશે લાગૂ

જાણો શું છે CDS સિસ્ટમ

વડાપ્રધાન મોદીએ આજે પોતાના લાલ કિલ્લા પરથી આપેલા ભાષણમાં મહત્વની જાહેરાત કરી છે. અને તે છે CDS સિસ્ટમ. વડાપ્રધાને દેશની ત્રણેય સેનાઓ વચ્ચે સારો તાલમેલ સ્થાપિત કરવા માટે દેશમાં એક નવી સિસ્ટમ લાગૂ કરવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુંકે સુરક્ષાના જાણકારો લાંબા સમયથી આ સિસ્ટમની માંગ કરી રહ્યા હતા. તેમની માંગ અને સેનામાં સારા સમન્વયની જરૂરને જોતા ચીફ ઑફ ડિફેંસ સ્ટૉકની વ્યવસ્થા કરવામાં આવશે. સીડીએસ ત્રણેય સેનાના પ્રભારી હશે. જેનાથી ત્રણેય સેનાને એક નેતૃત્વ પ્રાપ્ત થશે. આ વ્યવસ્થા એટલે કરવામાં આવી છે કારણ કે આજના સમયમાં ત્રણેય સેનાનું સાથે ચાલવું ખૂબ જ જરૂરી છે.

શું છે CDS?
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફનું પદ ત્રણેય સેનાથી ઉપર હોય છે. 1999ના કારગિલ યુદ્ધ બાદથી જ સુરક્ષા વિશેષજ્ઞો તેની માંગ કરી રહ્યા છે. કારગિલ બાદ તત્કાલિન નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં બનેલી ગ્રુપ ઑફ મિનિસ્ટર્સે ત્રણેય સેનાઓ વચ્ચે વધુ સારો તાલમેલ સ્થાપિત કરવા માટે CDSની ભલામણ કરી હતી.

સેનાઓ વચ્ચે નહોતી સધાઈ સહમતિ
અટલ બિહારી વાજયેપી સરકારમાં પણ CDS લાગૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ એ સમયે ત્રણેય સેનાઓ વચ્ચે આ મુદ્દા પર સહમતિ નહોતી સાધી શકાઈ. જે બાદ ત્રણેય સેનાઓના સમન્વય માટે ચીફ ઑફ સ્ટાફ કમિટીનું પદ બનાવવામાં આવ્યું, પરંતુ તેના ચેરમેન પાસે પર્યાપ્ત શક્તિઓ નથી. એટલે તેઓ પદ પર હોવા છતા પ્રભાવી નહોતા. હાલ વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ બીએસ ધનોઆ ચીફ ઑફ સ્ટાફ કમિટીના ચેરમેન છે.

આ પણ જુઓઃ 73મું સ્વતંત્રતા પર્વઃ ફરી યાદ કરીએ એ ઐતિહાસિક દિવસો તસવીરો સાથે...

પહેલી મોદી સરકારમાં શરૂ થયું હતું કામ
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ મામલે કામ પહેલી મોદી સરકારમાં જ શરૂ થઈ ગયું હતું. તેની જાહેરાત બીજી મોદી સરકારમાં કરવામાં આવી છે. દિવંગત નેતા અને પૂર્વ રક્ષામંત્રી મનોહર પર્રિકરે આ દિશામાં કામ કર્યું હતું. તેમણે પોતાના મંત્રીકાળમાં બે વર્ષની અંદર આ પદ બનાવવાની ઘોષણા પણ કરી દીધી હતી. પરંતુ સ્વાસ્થ્યના કારણે તેઓ પોતાનો કાર્યકાળ પુરો ન કરી શક્યા અને મામલો લાંબો ખેંચાઈ ગયો.

independence day narendra modi