પુલવામા હુમલા બાદ સેનાએ 101 આતંકવાદીઓને ઉતાર્યા મોતને ઘાટ

02 June, 2019 11:29 AM IST  |  શ્રીનગર

પુલવામા હુમલા બાદ સેનાએ 101 આતંકવાદીઓને ઉતાર્યા મોતને ઘાટ

પ્રતીકાત્મક તસવીર

પુલવામા હુમલા બાદ ભારતીય સેના સહિતના સુરક્ષાદળોએ કાશ્મીરમાં આતંકવાદીઓ પર કહેર વરતાવવાનું  ચાલુ જ રાખ્યું હતું.

પુલવામા હુમલા બાદ અત્યાર સુધીમાં સુરક્ષાદળોએ ૧૦૧ આતંકવાદીઓને યમસદન પહોંચાડ્યા છે. સેનાનું ઓપરેશન ઓલઆઉટ ચાલુ જ છે અને હવે જ્યારે મોદી સરકાર ફરી બહુમતી સાથે સત્તા પર આવી છે ત્યારે આતંકવાદીઓ સામેની કાર્યવાહીમાં વધારે તેજી આવે તેમ મનાઈ રહ્યું છે.

તાજેતરમાં જ સુરક્ષાદળોએ બુરહાન વાનીની જગ્યાએ હિઝબુલના કમાન્ડર બનેલા ઝાકીર મુસાને પણ મોતને ઘાટ ઉતારીને મોટી સફળતા મેળવી હતી.

આ પણ વાંચો : પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલને મળ્યો મેક્સિકોનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર

જે ૧૦૧ આતંકવાદીઓને સેનાએ શિકાર બનાવ્યા છે તેમાં ૨૫ પાકિસ્તાની અને ૭૬ સ્થાનિક આતંકવાદીઓનો સમાવેશ થાય છે. જેઓ લશ્કરે તૈયબા, હિજબુલ મુજાહિદ્દીન અને જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા હતા. તેમની પાસેથી ભારે માત્રામાં હથિયારો પણ મળી આવ્યાં છે.

jammu and kashmir pulwama district terror attack national news