ગુજરાતમાં દારૂ ન મળ્યો તો હું રાજનીતિ છોડી દઈશ : અશોક ગહલોત

10 October, 2019 08:59 AM IST  |  જોધપુર

ગુજરાતમાં દારૂ ન મળ્યો તો હું રાજનીતિ છોડી દઈશ : અશોક ગહલોત

અશોક ગહલોત

દારૂબંધી પર રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહલોતે કરેલા નિવેદન બાદ જાણે ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. ગહલોત સરકારના નિવેદન પર ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ જવાબ આપ્યો હતો. આજે દારૂબંધી મામલે રાજસ્થાન સીએમ અને ગુજરાતના મુખ્ય પ્રધાન સામસામે આવી ગયા છે.

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે આજે એક આશ્ચર્ય ઉદ્ભવે એવું નિવેદન આપ્યું છે. તેમણે ગુજરાતમાં દારૂબંધી વિશે જણાવ્યું કે જો ગુજરાતમાં દારૂ નહીં મળે તો તેઓ રાજનીતિ છોડી દેશે અને જો દારૂ મળી જશે તો રૂપાણીએ રાજનીતિ છોડી દેવી જોઈએ. આ નિવેદન બાદ રાજકારણ ગરમાઈ ગયું હતું. તમને જણાવી દઈએ કે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના નિવેદન પર રાજસ્થાનના મુખ્ય પ્રધાને નિશાન સાધ્યું હતું.

આ પણ વાંચો : 'He'roes હોઇ શકે તો 'She'roes કેમ નહીં, તો આ રીતે બન્યું 'શીરોઝ' કૅફે

અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા ૩ દિવસોથી દારૂબંધીના મુદ્દે ગુજરાત અને રાજસ્થાનના મુખ્ય પ્રધાન આમને-સામને આવી ગયા છે. બન્ને એકબીજા સામે આક્ષેપબાજી કરી રહ્યા છે. ત્યારે આજે રાજસ્થાનના અશોક ગહલોતે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના નિશાના પર વળતો હુમલો કરતાં પોતે પડકાર આપ્યો છે.

jodhpur Ashok Gehlot national news