અરબોની લક્ષ્મી દબાવી બેઠા 'કલ્કિ ભગવાન', 90 કિલો સોનુ અને કરોડોમાં રોકડ

22 October, 2019 04:53 PM IST  |  મુંબઈ ડેસ્ક

અરબોની લક્ષ્મી દબાવી બેઠા 'કલ્કિ ભગવાન', 90 કિલો સોનુ અને કરોડોમાં રોકડ

પ્રતીકાત્મક તસવીર

વિષ્ણુના દસમા અવતાર કલ્કિના નામે પ્રસિદ્ધ 'કલ્કિ ભગવાન' ખરેખર લક્ષ્મીપતિ સાબિત થયા. ઇનકમ ટેક્સ રેડમાં તેમની પાસેથી મળી કરોડોની દેશી-વિદેશી ધનરાશિ અને સોનું. છેલ્લા સાત દિવસથી આધ્યાત્મિક ગુરુ 'કલ્કિ ભગવાન'ના દેશ આખામાં 40 ઠેકાણે રેડ પાડવામાં આવી હતી. જેમાં કરોડોનું કેશ, દાનની રસીદ અને સોનું મળ્યું છે. દરોડા દરમિયાન 409 કરોડ રૂપિયાની દાનની રસીદ, બેનામી અકાઉન્ટમાં 115 કરોડ રૂપિયા અને 90 કિલો સોનું મળ્યું છે.

કલ્કિ ભગવાનના દીકરાની કંપની 'White Lotous'માં હવાલા દ્વારા 85 કરોડ રૂપિયાના લેવડદેવડની પણ ખબર પડી છે. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની આ રેડ 'કલ્કિ ભગવાન'ના 40 ઠેકાણાંઓ પર પાડવામાં આવી. જેમાં ચેન્નઇ, હૈદરાબાદ, બેંગલુરુ, ચિત્તૂર, કુપ્પુમ સામેલ છે. આ લોકેશનના 300 કાર્યાલયોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

દરોડા દરમિયાન મળેલા 44 કરોડ રૂપિયાની ભારતીય કરન્સી અને 20 કરોડ રૂપિયાની કિંમતના યૂએસ ડૉલર્સને સીઝ કરી દેવામાં આવ્યા છે. સીઝ કરેલું દેશી તેમજ વિદેશી નાણું અને સોનાની કિંમત લગભગ 105 કરોડ જેટલી આંકવામાં આવી છે. પોતાને 'કલ્કિ ભગવાન' કહેતા કથિત ધર્મગુરુ વિજય કુમાર નાયડૂ પોતાને વિષ્ણુનો દસમો અવતાર જણાવે છે.

national news Crime News income tax department