Video: ISRO એ 13 નેનો સેટેલાઇટ સાથે લોન્ચ કર્યું Cartosat-3

27 November, 2019 12:35 PM IST  |  Harikota

Video: ISRO એ 13 નેનો સેટેલાઇટ સાથે લોન્ચ કર્યું Cartosat-3

ઇસરોએ લોન્ચ કર્યું Cartosat-3 સેટેલાઇટ (PC : Jagran)

ભારતે અંતરીક્ષમાં વધુ એક સિદ્ધી પ્રાપ્ત કરી છે. ISRO એ બુધવારે આંધ્ર પ્રદેશના હરીકોટાના એડ્વાન્સ રિમોટ સેંસિંગ સેટેલાઈટ Cartosat-3 ને સફળતાપૂર્વ લોન્ચ કહ્યું હતું. ઈસરોનું પાચમું સફળ મિશન છે. કાર્ટોસેટની સાથે અમેરિકાના 13 નાના કોમર્શિયલ ઉપગ્રહ પણ ભારતની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યા છે. આ લોન્ચિંગ પીએસએલવી-સી47 રોકેટથી કરવામાં આવ્યું છે. કાર્ટોસેટનો ઉપયોગ હવામાન અને સૈન્ય માહિતી ભેગી કરવા માટે થશે.

અમારી પાસે અત્યારે 6 માર્ચ સુધી 13 મિશન લાઈનમાં છે : ISRO
ઈસરો પ્રમુખ કે સિવને સેટેલાઈટના સફળ લોન્ચિંગ પછી કહ્યું, મને ખુશી છે કે, પીએસએલવી સી-47એ કાર્ટોસેટ-3ની સાથે 13 નેનોસેટેલાઈટને સફળતાપૂર્વક તેમની કક્ષામાં પહોંચાડ્યા છે. કાર્ટોસેટ-3 હાઈ રિઝોલ્યુશન સૈન્ય સેટેલાઈટ છે. અમારી પાસે 6 માર્ચ સુધી 13 મિશન લાઈનમાં છે. તેમાંથી 6 મોટા વ્હિકલ મિશન છે. જ્યારે 7 સેટેલાઈટ મિશન છે.



Cartosat-3 નું વજન 1500 કિલો છે
તમને જણાવી દઇએ કે Cartosat-3 નું વજન લગભગ 1500 કિલો છે. આજે થર્ડ જેનરેશન એડ્વાન્સ હાઈ રિઝોલ્યુશન વાળા અર્થ ઈમેજિંગ સેટેલાઈટમાં પહેલું છે. એજન્સી 1988થી રિમોટ સેટેલાઈઠ લોન્ચ કરી રહી છે. આ સેટેલાઈટ દ્વારા ઈસરોને પૃથ્વીની હાઈ રિઝોલ્યુશન વાળી તસવીરો મળી શકશે. તેનો ઉપયોગ 3-ડી મેપિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ખેતી, પાણીના સોર્સ અને સીમાની સુરક્ષા માટે કરવામાં આવશે.

સૌથી શક્તિશાળી સેટેલાઈટ કેમેરો હશે
Cartosat-3 નો કેમેરો એટલો શક્તિશાળી છે કે સંભવતઃ અત્યાર સુધીનો આ સૌથી સટીકતા વાળા સેટેલાઈટ કેમેરા કોઈ પણ દેશ દ્વારા લોન્ચ કરાવમાં આવ્યા નથી. અમેરિકાની ખાનગી સ્પેશ કંપની ડિજીટલ ગ્લોબના જીયોઆઈ-સેટેલાઈ 16.14 ઇંચની ઉંચાઈ સુધી ફોટા લઈ શકે છે.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

તમારી કાંડાની ઘડિયાળનો સમય પણ જોઈ શકશે આ સેટેલાઈટ
Cartosat-3 નો કેમેરો એટલો તો શક્તિશાળી હશે કે તે અંતરિક્ષમાં 509 કિલોમીટરની ઉંચાઈ પરથી જમીન પર 1 ફૂટથી પણ ઓછા અંતર એટલે કે 9.84 ઈંચ સુધીના સ્પષ્ટ ફોટા લઈ શકશેએટલે કે તમારા કાંડા પર બાંધવામાં આવેલી ઘડિયાળમાં સમયની પણ સટીક જાણકારી મેળવી લેશે.

national news isro