Live: ઇસરોએ લૉન્ચ કર્યું RISAT-2BR1 સેટેલાઇટ, અહીં જુઓ લાઇવ

11 December, 2019 05:27 PM IST  |  Mumbai Desk

Live: ઇસરોએ લૉન્ચ કર્યું RISAT-2BR1 સેટેલાઇટ, અહીં જુઓ લાઇવ

Indian Space Research Organization (ISRO)એ આજે બુધવારે દેશના એક નવા જાસૂસી સેટેલાઇટ (RISAT-2BR1) અને નવ વિદેશી સેટલાઇટ લૉન્ચ કરી દીધી છે. ઇસરોનું રૉકેટ પીએસએલવી-સી48 (PSLV-C48)એ લગભગ 3.25 વાગ્યે આરઆઇએસટી-2બીઆર1 સાથે ઉડાન ભરી.

આરઆઇએસટી-2બીઆર1 એક રડાર ઇમેજિંગ મોનિટરીંગ સેટેલાઇટ છે. આ સેટેલાઇટનું વજન 628 કિલોગ્રામ છે. વિદેશી સેટેલાઇટમાં અમેરિકાની છ, ઇઝરાઇલની એક, ઇટલીની એક અને જાપાનની એક સેટેલાઇટ છે. બધી સેટેલાઇટ સફળતાપૂર્વક તેની કક્ષામાં સ્થાપિત કરી દેવામાં આવી છે. આવો જાણીએ આના ગુણો...

આની લૉન્ચિંગ આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટા રૉકેટ પોર્ટના લૉચિંગ સેંટરથી થઈ.
આરઆઇએસટી-2બીઆર1ના 576 કિલોમીટરની કક્ષામાં સ્થાપિત કરી દેવામાં આવ્યા છે. આ ઉપગ્રહની ઉંમર પાંચ વર્ષ હશે. આની સાથે નવ વિદેશી ઉપગ્રહોમાં અમેરિકાનું (મલ્ટી-મિશન લેમૂર-4 સેટેગ્રહ), ટેક્નોલૉજી ડિમૉસ્ટ્રેશન ટાયવૉક-0129, અર્થ ઇમેજિંગ 1હૉપસેટ, ઇઝરાઇલનું (રિમોટ) સેંસિંગ ડુચિફટ-3 વગેરે પણ સામેલ છે.

ભારતની બીજી ગુપ્તચર આંખ
વિશેષજ્ઞોની માનીએ તો આ ઉપગ્રહ ભારતીય સીમાઓની સુરક્ષાની બાબતે ખૂબ જ ખાસ છે. આ ભારતની બીજી ગુપ્તચર આંખ કહેવામાં આવે છે. રીસેટ-2બીઆર1 સેટેલાઇટના પૃથ્વીની કક્ષામાં સ્થાપિત થયા પછી ભારતની રડાર ઇમેજિંગ તાકત અનેક ગણી વધી જશે. આની મદદથી ભારતીય સીમાઓની મોનિટરિંગ અને તેની સુરક્ષાને અભેદ્ય બનાવવાની પ્લાનિંગ સરળ થઈ જશે.

દુશ્મનની ગતિવિધિઓ પર હશે નજર
આ ઉપગ્રહ પોતાની કક્ષામાં સ્થાપિત થવાની સાથે જ કામ કરવાનું શરૂ થઈ જશે. આ સેટેલાઇટ કોઇપણ ઋતુમાં ખૂબ જ સ્પષ્ટ તસવીરો લઈ શકશે. વાદળાઓની હાજરીમાં પણ તે આ દુશ્મનની ગતિવિધિઓ પર ઝીણી નજર રાખશે. એટલું જ નહીં આથી આપત્તિ રાહત કાર્યમાં પણ ઘણી મદદ મળશે. રીસેટ 2બીઆર1નું ડિફેન્સ ઇન્ટેલિજેન્સ સેન્સર ભારતમાં જ બનાવવામાં આવ્યા છે જેથી રાતે પણ તસવીરો લઈ શકાય છે.

આ પણ વાંચો : આ સુંદર તસવીરોના લીધે ચર્ચામાં છે એક્ટ્રેસ ડાયના પેન્ટી, જુઓ તસવીરો

સિવન બોલ્યા - મીલનું પત્થર સાબિત થશે આ સફળતા
આ સેટેલાઇટ લગભગ 100 કિલોમીટરના વિસ્તારમાં તસવીરો લઈને મોકલશે. આને ખાસ કરીને પર સીમા પારથી થતી ઘુસણખોરી રોકવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. આથઈ સીમાપારથી થતાં આતંકી જમાવડાની પણ માહિતી મળી શકે. પીએસએલવી સીરીઝના રૉકેટથી થતી આ 50મી લૉન્ચિંગ છે. આ અવસરે ઇસરોના ચેરમેનના સિવને કહ્યું કે આ સફળતા ઇસરોના પ્રવાસમાં મીલનું પત્થર સાબિત થશે.

national news isro