ડિસેમ્બર 2021માં થશે ગગનયાન લોન્ચ, તમે પણ જઈ શકશો અંતરિક્ષમાં

11 January, 2019 02:22 PM IST  |  બેંગલુરૂ

ડિસેમ્બર 2021માં થશે ગગનયાન લોન્ચ, તમે પણ જઈ શકશો અંતરિક્ષમાં

કે. સિવને કહ્યું કે ઇસરોની સૌથી મોટી પ્રાથમિકતા ગગનયાન છે.

ઇસરોના (ISRO) અધ્યક્ષ કે.સિવને બેંગલુરૂમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે ગગનયાન મિશન માટે તૈયારીઓ ચાલી રહી છે. ઇસરો માટે આ બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે મોદી કેબિનેટે તાજેતરમાં જ 10 હજાર કરોડની મહત્વાકાંક્ષી ગગનયાન પરિયોજનનાને મંજૂરી આપી હતી. જો આ મિશન સફળ થયું તો અંતરિક્ષ પર માનવ મિશન મોકલનારો ભારત દુનિયાનો ચોથો દેશ હશે. આ પ્રોજેક્ટમાં મદદ માટે ભારતે પહેલા જ રશિયા અને ફ્રાન્સ સાથે કરાર કર્યો છે.

સિવને કહ્યું કે ઇસરોની સૌથી મોટી પ્રાથમિકતા ગગનયાન છે. પહેલી ડેડલાઈન અનમેન્ડ મિશન માટે ડિસેમ્બર 2020 નક્કી કરવામાં આવી છે. બીજી ડેડલાઈન અનમેન્ડ મિશન માટે જુલાઈ 2021 નક્કી કરવામાં આવી છે. પહેલા માનવીય મિશન માટે ડિસેમ્બર 2021નો સમય નક્કી કરવામાં આવ્યો છે. જીસેટ-20, જીસેટ-29 સેટેલાઈટ આ વર્ષે લોન્ચ થશે. સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં આવનારા આ સેટેલાઈટથી હાઈસ્પીડ કનેક્ટિવિટી મજબૂત થશે. ડિજિટલ ઇન્ડિયાના સપનાને પૂરું કરવામાં મદદ મળશે.

તેમણે જણાવ્યું કે છ રિસર્ટ સેન્ટર સ્થાપવામાં આવશે, જેથી જે ભારતીય વિદ્યાર્થીઓને અત્યારે નાસા જવું પડે છે, તેઓ આ પ્રોગ્રામ પછી તે તમામ ચીજો અહીંયા સમજી શકશે. ગગનયાન માટે પ્રાથમિક ટ્રેનિંગ ભારતમાં જ થશે પરંતુ એડવાન્સ ટ્રેનિંગ ના અંતરિક્ષ યાત્રીઓને રશિયા જવું પડશે.

ગગનયાનમાં જનારા અંતરિક્ષ યાત્રીઓના સિલેક્શન અંગે ઇસરો પ્રમુખે કહ્યું કે તમા ક્રૂ મેમ્બર્સ ભારતના જ હશે, જેમાં ભારતીય એરફોર્સના જવાન હશે, સિવિલિયન પણ હોઈ શકે છે. તે તમામને મોક મળશે જે સિલેક્શનના માપદંડો પર ખરા ઉતરશે. મહિલાઓને પણ ચાન્સ મળશે. સિલેક્શન સંબંધિત નિર્ણયો સિલેક્શન કમિટી કરશે. દેશભરમાં ઇન્ક્યુબેશન સેન્ટર બનાવવામાં આવશે, જે તમામ પ્રોજેક્ટ્સ માટે ટ્રેનિંગ ઉપલબ્ધ કરાવશે.

આ પણ વાંચો: છેલ્લી તૈયારીમાં જોડાયુ ISRO,આવતા મહિને થઈ શકે છે ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ

ઇસરોનું આ સ્પેસ અભિયાન ત્રણ ભારતીયોને 2022માં અંતરિક્ષમાં લઈ જવાનું છે. જોકે ઇસરોએ વીતેલા અનેક દાયકાઓમાં પોતાના રોકેટ્સ અને ઉપગ્રહો ઉપરાંત મંગળયાન અને ચંદ્રમિશનથી જે પ્રતિષ્ઠા હાંસલ કરી છે, તે રીતે જોતા ગગનયાનની જરૂરિયાતનું પ્રાથમિક કારણ સમજી શકાય છે. 2022માં દેશના પ્રતિભાશાળી નવયુવાનો જ્યારે સ્વદેશી અભિયાનના કારણે અંતરિક્ષના ભ્રમણ પર હશે તો આ ઉપલબ્ધિ ફક્ત તે નવયુવાનો માટે જ મહત્વપૂર્ણ નહીં હોય,પરંતુ તેનાથી ભારત દુનિયાનો એવો ચોથો દેશ બની જશે જે પોતાના નાગરિકોને સ્વદેશી ટેક્નીકના જોર પર અંતરિક્ષમાં મોકલી શકે છે.

isro