Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > છેલ્લી તૈયારીમાં જોડાયુ ISRO,આવતા મહિને થઈ શકે ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ

છેલ્લી તૈયારીમાં જોડાયુ ISRO,આવતા મહિને થઈ શકે ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ

03 January, 2019 08:53 PM IST |

છેલ્લી તૈયારીમાં જોડાયુ ISRO,આવતા મહિને થઈ શકે ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ

ફેબ્રુઆરીમાં લોન્ચ થઈ શકે ચંદ્રયાન-2

ફેબ્રુઆરીમાં લોન્ચ થઈ શકે ચંદ્રયાન-2


ઈસરો તરફથી આવતા મહિને તેના બીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-2 લોન્ચ કરવાની સંભાવના છે. ઈસરોના વરિષ્ઠ અધિકારીનું કહેવુ છે કે, 'અમે બધા પ્રયત્ન કરી રહ્યા છીએ કે ચંદ્રયાન-2નું લોન્ચ ફેબ્રુઆરી સુધીમાં સંભવ બને.' સૂત્રો અનુસાર આવતા મહિનાના મધ્યમાં ચંદ્રયાન-2 લોન્ચ થવાની આશા છે. જો કે તારીખ હજુ સુધી નક્કી નથી થઈ.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ' અત્યાર સુધી કોઈ સમસ્યા નથી, કામ સારી રીતે ચાલી રહ્યું છે.' ચંદ્રયાન-2 પૂરી રીતે સ્વદેશી ઉપક્રમ છે. જેમાં એક ઓર્બિટ, એક લૈંડર અને એક રોવર હશે. ઈસરો અનુસાર લૈન્ડર ચંદ્રમાની સપાટી પર એક સ્પષ્ટ કરેલ જગ્યા પર ઉતરશે અને ત્યા એક રોવર તૈનાત કરવામાં આવશે. 6 સપાટી વાળુ રોવર ધરતીથી મળનારા દિશા-નિર્દેશોના અનુરૂપ અર્ધ સ્વાયત્ત રીતે ચંદ્રમાની સપાટી પર લૈંડર સાથે ઉતરવાની સાથે તેની આસ પાસ ફરશે.



રોવર લાગવાથી ઉપકરણ ચંદ્રમાની સપાટી પર તેનુ અધ્યન કરશે અને સંબંધિત જાણકારી મોકલશે. આ જાણકારી ચંદ્રમાંની માટીના વિશ્લેષ માટે લાભદાયી થશે. 3290 કિલોગ્રામ વજનનો ચંદ્રયાન-2 ચંદ્રમાની કક્ષામાં ચક્કર લગાવશે અને દૂરસ્થ સંવેદનાઓનો અભ્યાસ કરશે. ઈસરોએ કહ્યું હતું કે,'ઉપકરણ ચંદ્ર સ્થળની આકૃતિ, ખનિજ તત્વો , ચંદ્રમાના બહિર્મંડલ અને હાઈડ્રોક્લોસિલ અને પાણી-હિમનો અભ્યાસ કરશે.


ચંદ્રયાન-1 ભારતનું પહેલુ ચંદ્ર મિશન હતું. ઈસરોએ તેને ઓક્ટોબરમાં લોન્ચ કર્યું હતું. અને આ ઓગસ્ટ સુધી કાર્યરત હતું.


Whatsapp-channel Whatsapp-channel

03 January, 2019 08:53 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK