IPS ઋષિ કુમારને બનાવાયા CBIના નવા ડિરેક્ટર

02 February, 2019 09:17 PM IST  | 

IPS ઋષિ કુમારને બનાવાયા CBIના નવા ડિરેક્ટર

IPS ઋષિકુમાર (તસવીર સૌજન્યઃ ઋષિ કુમાર ટ્વીટર)

ભારતીય પોલીસ સેવાના સીનિયર ઑફિસર ઋષિકુમાર શુક્લાએ CBIએ નવા ડિરેક્ટર નીમાયા છે. ઋષિકુમાર શુક્લા મધ્ય પ્રદેશમાં 1983 કેડરના ઓફિસર છે. તેમનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે. ઋષિ કુમાર શુક્લા મધ્યપ્રદેશના પોલીસના ડીજીપી રહી ચૂક્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનેલ એન્ડ ટ્રેનિંગ દ્વારા મળતી માહિતી પ્રમાણે કેબિનેટની એપોઈન્ટ કમિટીએ તેમની નિમણૂકને લીલી ઝંડી આપી દીધી છે.

શુક્રવારે સીબીઆઈ ડિરેક્ટરની નિમણૂક કરનાર કમિટીની બેઠક થઈ હતી. આ કમિટીમાં પીએમ નરેન્દ્ર મોદી, મલ્લિકાર્જુન ખડગે અને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ હાજર હતા. બે કલાક ચાલેલી આ બેઠકમાં લગભગ 30 નામ પર ચર્ચા થઈ હતી.

આ પણ વાંચોઃનવા CBI ડાયરેક્ટરની પસંદગી માટે આજે મોદીની અધ્યક્ષતામાં યોજાશે મીટિંગ

ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી સીબીઆઈમાં ચાલી રહેલા વિવાદ બાદ આલોક વર્માની હકાલ પટ્ટી કરાઈ હતી. જે બાદ સીબીઆઈ ડિરેક્ટરનું પદ ખાલી પડ્યું હતું. સરકારે આલોક વર્માની બદલી કરી હતી. આલોક વર્મા અને રાકેશ અસ્થાનાએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા. આ મામલે દેશભરમાં હોબાળો પણ થયો હતો.

central bureau of investigation