INX media case: કોર્ટે ચિદંબરમને જેલ મોકલવાનો આપ્યો આદેશ

05 September, 2019 06:07 PM IST  |  નવી દિલ્હી

INX media case: કોર્ટે ચિદંબરમને જેલ મોકલવાનો આપ્યો આદેશ

કોર્ટે ચિદંબરમને જેલ મોકલવાનો આપ્યો આદેશ

પી. ચિદંબરમે હવે 19 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેવું પડશે. આ પહેલા સીબીઆઈએ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની માંગ કરી, જ્યારે ચિદંબરમના વકીલ કપિલ સિબ્બલે તેનો વિરોધ કર્યો.

ચિદંબરમ જ્યુડિશિયલ કસ્ટડીમાં જાશે કે નહીં, તેના પર કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે અને થોડી વારમાં તે નિર્ણય સંભળાવશે. કોર્ટના નિર્ણય બાદ નક્કી થશે કે ચિદંબરમની ગુરૂવારની રાત તિહાર જેલમાં જશે કે દિલ્હી પોલીસની લોકઅપમાં.

આગોતરા જામીનની અરજી ફગાવાઈ
આ પહેલા સુપ્રીમ કોર્ટે ઈડીની ધરપકડથી આગોતરા જામીન મેળવવાની ચિદંબરમની અરજીને ફગાવી દીધી છે. ચિદંબરમની અરજીને ફગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે સામાન્ય રીતે આર્થિક અપરાધોમાં આગોતરા જામીન નથી આપવામાં આવતા.

તથ્યો અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા આ કેસ આગોતરા જામીનને લાયક નથી. જો ચિદંબરમની સીબીઆઈ કસ્ટડી નથી વધારવામાં આવતી અને ઈડીને તેમની ધરપકડ કરે છે તો તેઓ તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં રહેશે, જ્યાં ડી.કે. શિવકુમાર રહે છે.


જ્યુડિશિયલ કસ્ટડીમાં નથી જવા માંગતા ચિદંબરમ
ચિદંબરમને સીબીઆઈએ રાઉઝ એવન્યૂ કોર્ટમાં રજૂ કર્યા છે. આ વચ્ચે તેમના વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું કે ચિદંબરમ ઈડી સામે સરન્ડર કરવા તૈયાર છે. સિબ્બલે કોર્ટને કહ્યું કે તેમના અસીલને જ્યુડિશિયલ કસ્ટડીમાં ન મોકલવા જોઈએ. ચિદંબરમની તરફથી તેમના વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું કે જ્યાં સુધી સીબીઆઈની વાત છે તો પી ચિદંબરમને ન્યાયિક હિરાસતમાં કેમ મોકલવા જોઈએ? સીબીઆઈએ તમામ સવાલો પૂછી લીધા છે. હું ઈડીની કસ્ટડીમાં જવા માંગું છું. મને જ્યુડિશિયલ કસ્ટડીમાં ન મોકલવો જોઈએ. જણાવી દઈએ કે જો કોર્ટ ચિદંબરમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલે તો તેને તિહાર સેન્ટ્રલ જેલ મોકલવામાં આવશે.

આ પણ જુઓઃ Monal Gajjar: જાણો નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ રેવાની 'સુપ્રિયા'ને..

એરસેલ-મેક્સિસ કેસમાં મળ્યા જામીન
મહત્વનું છે કે ગુરૂવારે જે પી. ચિદંબરમ અને તેના દીકરા કાર્તિને એરસેલ-મેક્સિસિ કેસમાં જામી આપ્યા છે. આ મામલાની તપાસ ઈડી અને સીબીઆઈ કરી રહ્યું છે. પિતા પુત્રને રાહત આપતા બંનેને એક એક લાખ રૂપિયાનો બોન્ડ ભરવાનો આદેશ આપ્યો છે.

p chidambaram national news