INX મીડિયા કેસ : પી ચિદમ્બરમની સીબીઆઇ કસ્ટડી ૨ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ

31 August, 2019 07:52 AM IST  |  નવી દિલ્હી

INX મીડિયા કેસ : પી ચિદમ્બરમની સીબીઆઇ કસ્ટડી ૨ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ

પી. ચિદમ્બરમ

આઇએનએક્સ મીડિયા કેસમાં ભૂતપૂર્વ ગૃહપ્રધાન પી. ચિદમ્બરમને રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન સીબીઆઇએ પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે સીબીઆઇની આ વાતથી જજ ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે કહ્યું હતું કે તમે પહેલે દિવસે જ ૧૫ દિવસના રિમાન્ડ કેમ ન માગ્યા? તમે રોજ ચિદમ્બરમ સાથે કેટલા સમય સુધી સવાલ-જવાબ કરો છો?

કોર્ટના સવાલ પર સીબીઆઇએ કહ્યું હતું કે, અમે રોજ ૮-૧૦ કલાક પૂછપરછ કરીએ છીએ. આ વિશે જજે કહ્યું કે તમે રોજ ૮-૧૦ કલાક પૂછપરછ કરો છો તો મને આટલા ઓછા દસ્તાવેજ પેપર્સ કેમ આપ્યા છે. અંતે બધી દલીલ પછી રાઉઝ એન્યૂ કોર્ટે ચિદમ્બરમના રિમાન્ડ ૨ સપ્ટેમ્બર સુધી લંબાવી દીધા છે.

આઇએનએક્સ મીડિયા મામલે સુપ્રીમ કોર્ટ કૉન્ગ્રેસ નેતા પી. ચિદમ્બરમની અરજી પર ૫ સપ્ટેમ્બરે સુનાવણી કરશે. અૅન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે સુનાવણી દરમ્યાન કોર્ટને કહ્યું છે કે, મનિ લોન્ડરિંગ દેશ અને સમાજ વિરુદ્ધ કરવામાં આવેલો ગુનો છે. આ પહેલાં ચિદમ્બરમે કોર્ટમાં કહ્યું હતું કે, તેમના સીબીઆઇ રિમાન્ડ શુક્રવારે પૂરા થઈ રહ્યા છે અને તેઓ ૨ સપ્ટેમ્બર સુધી રિમાન્ડમાં રહેવાનો પ્રસ્તાવ મૂકે છે. તેમણે કહ્યું કે, આમાં સીબીઆઇને કોઈ તકલીફ ન હોવી જોઈએ.

આ પણ વાંચોઃ ચિદમ્બરમ પુરાણઃ કૉન્ગ્રેસ આખું ફફડે છે, સપનામાં પણ જેલ દેખાય છે

સુપ્રીમ કોર્ટે ૫ સપ્ટેમ્બર સુધી ચિદમ્બરમની ધરપકડ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને હવે તે જ દિવસે હાઈ કોર્ટના નિર્ણય પર ભૂતપૂર્વ નાણાપ્રધાન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી વિશે સુનાવણી કરવામાં આવશે.

p chidambaram national news