ચિદંબરમે જેલમાં જમીન પર વિતાવી રાત, આવો રહેશે આજનો દિવસ

06 September, 2019 09:24 AM IST  |  નવી દિલ્હી

ચિદંબરમે જેલમાં જમીન પર વિતાવી રાત, આવો રહેશે આજનો દિવસ

ચિદંબરમે જેલમાં જમીન પર વિતાવી રાત

તિહાર જેલમાં દાખલ થતા પહેલા ચિદંબરમ થોડા હળવા જરૂર જોવા મળ્યા હતા. પરંતુ પરિસરમાં દાખલ થયા બાદ તે થોડા બેચેન નજર આવ્યા. જેલના સૂત્રોના અનુસાર, જરૂર પડી તો તેમને કાઉન્સેલિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે. તેમને અન્ય કેદીઓની જેમ જ ચાર સ્તરની સુરક્ષાના ઘેરામાં ચિદંબરને રાખવામાં આવ્યા છે.

જેલમાં ચિદંબરમની રાત સીમેન્ટની જમીન પર પણ વિતાવી. બિછાવવા  માટે તેમને ચાદર આપવામાંમ આવી. રાતના ભોજનમાં તેમણે દાળ, રોટી અને શાક જમ્યું. જેલમાં તેમની દિનચર્યા સવારે છ વાગ્યાથી શરૂ થઈ જાય છે. સવારના 6 થી સાંજના 7 વાગ્યા સુધી તેમણે અલગ અલગ દિનચર્યાઓનો સામનો કરવા પડશે. સવારે છ વાગ્યે તેઓ પોતાની કોટડીની બહાર નીકળીને કેદીઓની ગણતરીમાં સામેલ થશે.

બુક વાંચી શકશે
ગણતરી સાથે જોડાયેલી પ્રક્રિયા બાદ આઠ વાગ્યે તેમને નાસ્તો આપવામાં આવ્યો. જે બાદ નવ વાગ્યાથી 12 વાગ્યા વચ્ચે તે જેલની અલગ અલગ ગતિવિધિઓમાં સામેલ થઈ શકશે. આ ગતિવિધિઓમાં તેઓ ઈચ્છે તો પોતાની કોટડીમાં રહીને કે લાઈબ્રેરી જઈને પુસ્તક, અખબાર કે પત્રિકા વાંચી શકશે. લગભગ બપોરે એક વાગ્યે તેમને જમવાનું મળશે. જે બાદ તેમને કોટડીમાં બંધ કરી દેવામાં આવશે. બપોરે ત્રણ વાગ્યે બહાર કાઢવામાં આવશે. ત્યારે તેઓ ઈચ્છે તો ટહેલી શકે છે. સાંજના છ વાગ્યા બાદ તેમને રાતનું ભોજન આપવામાં આવશે.

સીસીટીવી કેમેરાથી નજર
સુરક્ષાના કારણોને જોતા તેમના સેલની આસપાસ સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. દિલ્લી પોલીસ તેમને લઈને રાત્રે પોણા આઠ વાગ્યે જેલ પરિસરમાં દાખલ થઈ હતી. ચુસ્ત સુરક્ષા વચ્ચે જેલમાં તેમને દાખલ કરવામાં આવ્યા. તેમને સામાન્ય કેદીની જેમ જ જેલમાં રાખવામાં આવ્યા. તેમની કોટડીની અંદર જ બાથરૂમ છે. તેમની સિવાય કોઈ અન્ય કેદી નથી.

આ પણ જુઓઃ Monal Gajjar: જાણો નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ રેવાની 'સુપ્રિયા'ને.

તિહાર જેલમાં મળશે આ સુવિધાઓ
તિહાર જેલમાં સાત નંબરમાં સામાન્ય રીતે આર્થિક અપરાધ સાથે જોડાયેસા આરોપીઓને રાખવામાં આવે છે. જેથી તેમને જમીન પર જ સુવાનું હોય છે. જેલ તરફથી ઓઢવાનું આપવામાં આવે છે. જો કે ચિદંબરમની ઉંમર 60 વર્ષથી વધુ હોવાથી તેમને લાકડાની પાટ સુવા માટે આપવામાં આવશે.

p chidambaram national news