INX Media case: ચિદંબરમ સામે લૂકઆઉટ નોટિસ જાહેર

21 August, 2019 12:27 PM IST  |  નવી દિલ્હી

INX Media case: ચિદંબરમ સામે લૂકઆઉટ નોટિસ જાહેર

ચિદંબરમ સામે લૂકઆઉટ નોટિસ જાહેર

EDએ પી ચિદંબરમ સામે લૂકઆઉટ નોટિસ જાહેર કરી છે. એક તરફ જ્યારે તેઓ આગોતરા જામીન મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે ત્યા હવે તેમની મુશ્કેલીઓ વધી છે. ચિદંબરમ છેલ્લા 18 કલાકથી લાપતા છે. અને હવે તેમની સામે લૂક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.


આઈએનએક્સ મીડિયા ગોટાળા મામલામાં સુપ્રીમ કોર્ટના જજ એનવી રામને ચિદંબરમની ફાઈલને મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ પાસે મોકલી દીધી છે. હવે જોવાનું એ છે કે મુખ્ય ન્યાયાધીશ આ મામલે શું નિર્ણય લે છે. સુપ્રીમ કોર્ટ પાસેથી તેમને રાહત મળશે કે નહીં. એ તરફ ચિદંબરમની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી દીધી છે. હવે નજર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર છે.

મળેલી જાણકારી અનુસાર ચીફ જસ્ટિસ હાલ સંવિધાન પીઠમાં બેઠા છે અને અયોધ્યા કેસની સુનાવણી કરી રહ્યા છે. જસ્ટિસ રમનાએ ના પાડ્યા બાદ કપિલ સિબ્બલ તરત ચીફ જસ્ટિ કોર્ટ ગયા, પરંતુ ત્યાં કેસ મેન્શન ન કર્યો, પરંતુ સીધું અયોધ્યા કેસની સુનાવણી શરૂ કરી દીધી.

આ પહેલા દિલ્હી હાઈકોર્ટે તેમને તગડો ઝટકો આપતા મંગળવારે બપોરે આગોતરા જામી અરજી ફગાવી દીધી હતી. જેની કેટલીક ક્ષણો બાદ તેમણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો. ધરપકડ પર ત્રણ દિવસની રાહત આપવાની માંગ કરતા તેમણે કોર્ટમાં ફરી અરજી લગાવી, પરંતુ ત્યાં પણ તેમને રાહત ન મળી. બુધવારે સુપ્રીમ કોર્ટમાં પી ચિદંબરમનો પક્ષ રાખવા માટે વકીલ કપિલ સિબ્દલ, વિવેક તનખા અને સલમાન ખુર્શીલ હાજર રહેશે.

આ પણ જુઓઃ દાહોદની આ જગ્યાઓ કરાવશે તમને પૃથ્વી પર સ્વર્ગનો અહેસાસ

ચિંદબરમના વકીલ સિબ્બલ અને અન્ય તરત જ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા. સીજેઆઈથી તાત્કાલિક સુનાવણી માટે પણ નીમગ કરી. પરંતુ કોર્ટે તેમને બુધવારે મેન્શન કરવા માટે નિર્દેશ આપ્યો.

p chidambaram supreme court