INX Media Case: ચિદંબરમને 'સુપ્રીમ' ઝટકો, જામીન અરજી ફગાવવામાં આવી

26 August, 2019 01:45 PM IST  |  નવી દિલ્હી

INX Media Case: ચિદંબરમને 'સુપ્રીમ' ઝટકો, જામીન અરજી ફગાવવામાં આવી

ચિદંબરમને 'સુપ્રીમ' ઝટકો

સુપ્રીમ કોર્ટે ચિદંબરમને મોટો ઝટકો આપ્યો છે. કોંગ્રેસ નેતા ચિદંબરમે દેશની સર્વોચ્ચ અદાલતમાં દિલ્હી હાઈકોર્ટના આદેશની સામે દાખલ કરેલી અપીલ ફગાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે ચિદંબરને કહ્યું કે તેઓ યોગ્ય અદાલતમાં જઈને નિયમિત જામીન લે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ અરજી 21 ઑગસ્ટે તેમની ધરપકડ થઈ ત્યારે જ નિષ્ફળ થઈ ગઈ હતી.

ED મામલે ચાલુ

સુનાવણી ઈડી મામલે બંને પક્ષના વકીલો વચ્ચે તીખી દલીલો ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલે કહ્યું કે સીબીઆઈએ ચિદંબરમને પુછ્યું કે, શું તમારું ટ્વિટર અકાઉન્ટ છે? આ કેવા સવાલો પૂછવામાં આવી રહ્યા છે? 26 કલાકની પરીક્ષા અને કાંઈ પણ તેમની પાસે નથી રાખવામાં આવ્યું.

ઈડીની તરફથી સૉલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, કેસ ડાયરી હંમેશા કોર્ટને આપવામાં આવે છે. જેના પર કપિલ સિબ્બલે કહ્યું કે કોર્ટનો આદેશ છે કે ઈડીની કેસ ડાયરી પુરાવા તરીકે રજૂ ન કરી શકાય.

આ પણ જુઓઃ PM મોદી બન્યા અન્ય દેશોમાં સૌથી વધુ અવૉર્ડ પામનાર વ્યક્તિ, મળ્યા છે આ અવૉર્ડ

ઈડીવાળા મામલામાં સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી રહેલા કપિલ સિબ્બલે કહ્યું કે પુરાવા રૂપે દિલ્હી હાઈકોર્ટના જજની નોટ, દસ્તાવેજ, ડાયરી સોંપવામાં આવી. તેમણે કહ્યું કે પૂછપરછ દરમિયાન આ દસ્તાવેજો પી ચિદંબરમને ન બતાવવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલે કહ્યું કે એવું ન થઈ શકે કે તેઓ અદાલતમાં કોઈ દસ્તાવેજ ન આપે કે ન બતાવે અને હું તેના પર ધ્યાન આપવાનો હકદાર નથી. તેઓ તેને મીડિયામાં લીક કરી દે છે.

p chidambaram supreme court