ગુમ થયેલા ઍરક્રાફ્ટને શોધવા માટે વાયુસેનાના 5 જવાન જોડાયા

06 June, 2019 10:08 PM IST  |  ઇટાનગર

ગુમ થયેલા ઍરક્રાફ્ટને શોધવા માટે વાયુસેનાના 5 જવાન જોડાયા

ગુમ થયેલા ઍરક્રાફ્ટને શોધવા માટે વાયુસેનાના 5 જવાન જોડાયા

ભારતીય વાયુસેનાના ટ્રાન્સપોર્ટ ઍરક્રાફ્ટ એન-૩૨ની તપાસમાં બુધવારે સવારે આઇટીબીપીના સર્વશ્રેષ્ઠ ૪ પર્વતારોહી અને વાયુસેનાના ૫ જવાનો મોકલવામાં આવ્યા છે. જવાનોને ઍડ્વાન્સ લાઇટ હેલિકૉપ્ટર દ્વારા નંદા દેવી બેઝ કૅમ્પ પાસે ઉતારવામાં આવ્યા છે. આ દરેક જવાન પહેલેથી ચાલી રહેલા સર્ચ ઑપરેશનને જૉઇન કરશે. એન-૩૨એ સોમવારે આસામના જોરહાટ ઍરબેઝથી ઉડાન ભરી હતી એમાં ક્રૂ મેમ્બર સહિત ૧૩ લોકો હતા.

એન-૩૨ની તપાસમાં મંગળવારે પણ નેવીની સ્પાય ઍરક્રાફ્ટ અને ઇસરોના સૅટેલાઇટને સર્ચિંગ માટે મોકલવામાં આવ્યાં હતાં. વાયુસેનાએ સર્ચ અભિયાનમાં સુખોઈ-૩૦ અને સી-૧૩૦ વિમાન મોકલ્યાં છે. જોરહાટ ઍરબેઝ ચીન સીમાની નજીક આવેલું છે. અરુણાચલની મેનચુકા ઍરફીલ્ડથી ઉડાન ભરતી વખતે વિમાનનો સંપર્ક તૂટ્યો હતો.

વાયુસેનાએ કહ્યું છે કે ‘ગ્રાઉન્ડ પર સર્ચ ઑપરેશન કરી રહેલી ટીમ પાસેથી ક્રેશ સંભવિત જગ્યાઓ વિશે અમુક રિપોર્ટ મળ્યો છે. હેલિકૉપ્ટરને એ લોકેશન પર મોકલવામાં આવ્યાં છે, પરંતુ હજી સુધી વિમાનનો કાટમાળ મળ્યો નથી. વાયુસેનાનાં સૂત્રોએ ન્યુઝ એજન્સીને જણાવ્યું છે કે ‘ઇસરોના સૅટેલાઇટ દ્વારા પણ વિમાનની તપાસ કરવામાં આવી રહી છે. એના દ્વારા અરુણાચલ અને આસામના અમુક વિભાગો પર નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : મમતા બૅનરજી આગબબૂલા: અમારી સાથે જે પણ ટકરાશે તેમના ભુક્કેભુક્કા થઈ જશે

ભારતીય વાયુસેનાના ટ્રાન્સપોર્ટ ઍરક્રાફ્ટ એન-૩૨ની તપાસમાં જઈ રહેલા ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસ ર્ફોસના જવાન રેસ્ક્યુ ઑપરેશન માટે નીકળ્યા હતા. આ જવાનોને હેલિકૉપ્ટર દ્વારા નંદાદેવી બેઝ કૅમ્પ લઈ જવાયા હતા.

national news