મમતા બૅનરજી આગબબૂલા: અમારી સાથે જે પણ ટકરાશે તેમના ભુક્કેભુક્કા થઈ જશે

કોલકત્તા | Jun 06, 2019, 12:58 IST

ત્યાગનું નામ હિન્દુ અને ઈમાનનું નામ મુસલમાન છે, જો ડરતે હૈં વો મરતે હૈં, જો લડતે હૈં વો હી કામયાબ હોતે હૈં : મમતા બૅનરજી

મમતા બૅનરજી આગબબૂલા: અમારી સાથે જે પણ ટકરાશે તેમના ભુક્કેભુક્કા થઈ જશે
મમતા બૅનરજી

પશ્ચિમ બંગાળના સીએમ અને તૃણમૂલ કૉંગ્રેસનાં અધ્યક્ષ મમતા બૅનરજીએ બીજેપીને ધમકી આપી છે. તેમણે જણાવ્યું કે જે અમારી સાથે ટકરાશે તેમને ચૂર-ચૂર કરી દેવામાં આવશે. મમતા બૅનરજીએ આ પ્રકારનું નિવેદન કલકત્તામાં આયોજિત ઈદના એક કાર્યક્રમમાં આપ્યું.

તેમણે જણાવ્યું કે ઈદ નવી સવાર લઈને આવી છે. આપણને કોઈ રોકી શકે તેમ નથી. આપણે મજબૂતાઈ સાથે લડવાનું છે. જે ડરે છે તેનું મોત થાય છે, જેથી આપણે સાથે મળીને લડાઈ લડવાની છે અને વિરોધીઓનો મુકબલો કરવાનો છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે ત્યાગનું નામ હિંદુ છે, ઈમાનનું નામ મુસલમાન છે, પ્રેમનું નામ માણસ છે અને સિખોનું નામ બલિદાન છે. બંગાળમાં કોઈને ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે અમે હિન્દુ, મુસ્લિમ, સિખ અને ઈસાઈ તમામ ધર્મોની રક્ષા કરીશું.

મમતાએ આગળ કહ્યું હતું કે ન્યાયાધીશ લાખો વાર ખરાબ ઇચ્છે તો શું છે, જે ખુદાને મંજૂર છે આખરે એ જ થાય છે. ક્યારેક જ્યારે સૂરજ ઊગે છે. એનાં કિરણો કઠોર હોય છે, પરંતુ બાદમાં એ દૂર થઈ જાય છે. ડરશો નહીં, જેટલી તેજીથી તેમણે ઈફસ પર કબજો કર્યો હતો એટલી જ તેજીથી તેઓ ચાલ્યા પણ જશે.

બીજેપી ધર્મના નામે રાજનીતિ કરે છે : અભિષેક બૅનરજી

ટીએમસીનાં સાંસદ અને મમતા બૅનરજીના ભત્રીજા અભિષેક બૅનરજીએ બીજેપીની નારેબાજી પર પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે બીજેપીએ જય શ્રી રામના બદલે હવે જય મહાકાલીનો નારો આપ્યો છે. કેમ કે જય શ્રી રામના ટીઆરપી હવે ઘટી રહ્યા છે. બીજેપી ધર્મના નામે રાજનીતિ કરી રહી છે.

મમતા પોતાની જ કબર ખોદી રહ્યાં છે : પદ્મશ્રી અપર્ણા સેન

પદ્મશ્રીથી સન્માનિત ફિલ્મનિર્માતા અપર્ણા સેને કહ્યું કે બીજેપીના જય શ્રી રામના નારાઓનો જવાબ આપીને મમતા પોતાની જ કબર ખોદી રહ્યા છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે મને આવું સહેજ પણ પસંદ નથી. ધર્મ અને રાજકારણ બન્ને અલગ અલગ જ હોવા જોઈએ.

મમતા સરકાર વધુ દિવસ નથી ટકવાની : બાબુલ સુપ્રિયો

કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયોએ પશ્ચિમ બંગાળનાં સીએમ મમતા બૅનરજી પર પ્રહાર કરતાં જણાવ્યું કે બંગાળમાં હિંસાનું વાતાવરણ પેદા કરવામાં આવ્યું છે જેના માટે જવાબદાર મમતા બૅનરજી છે. મમતા અને તેમના ભત્રીજા જય શ્રી રામના નારાથી ડરી ગયા છે.

આ પણ વાંચો : ભારતમાં ઘરેલુ વાયુપ્રદૂષણથી સૌથી વધુ મોત થાય છે : રિપોર્ટ

પશ્ચિમ બંગાળમાં ટીએમસીની સત્તા હવે વધારે દિવસ સુધી રહેવાની નથી. જનતા હવે હિંસાથી મુક્તિ ઇચ્છે છે, જેથી બંગાળમાં દીદીના દિવસો ટૂંકા થવાના છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK