હું ભગવાન પાસે ક્યારેય કાંઈ માગતો નથી : મોદી

20 May, 2019 08:02 AM IST  |  દેહરાદૂન

હું ભગવાન પાસે ક્યારેય કાંઈ માગતો નથી : મોદી

ચૂંટણીના પરિણામ જાહેર થાય એ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ઉત્તરાખંડની યાત્રા પર ગયા હતા જ્યાં બાબા કેદારનાથના દર્શન બાદ ગઈ કાલે તેમણે બાબા બદરીનાથનાં દર્શન કર્યા હતાં.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે કેદારનાથથી બદરીનાથ પહોંચી ગયા હતા, જ્યાં તેમણે ભગવાન બદરીનાથજીની પૂજા-અર્ચના કરી હતી. એ પહેલાં તેઓ લગભગ ૧૭ કલાક સુધી કેદારનાથની ગુફામાં રહ્યા હતા અને ત્યાર બાદ બહાર નીકળ્યા હતા અને ભગવાન શિવજીની બીજી વખત પૂજા કરી હતી. મોદીએ કહ્યું હતું કે ગઈ કાલે ગુફામાં રહ્યા બાદ બહારની દુનિયાથી પૂરેપૂરી રીતે સંપર્ક કપાઈ ગયો હતો.

શનિવારે મોદી કેદારનાથ પહોંચ્યા હતા જ્યાં તેમણે ભગવાન શિવની પૂજા-અર્ચના કરી હતી અને ત્યાર બાદ કેદારધામમાં વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી. શનિવારે બપોરે બે કિલોમીટરના ચડાણ બાદ ગુફામાં ધ્યાન ધરવા ગયા હતા.

ગુફામાંથી નીકળી કેદારનાથ મંદિરમાં બીજી વખત પૂજા કર્યા બાદ મોદીએ કહ્યું કે ‘વડા પ્રધાન બન્યો, ઉત્તરાખંડમાં સરકાર બની. અહીં ત્રણ-ચાર મહિના જ કામ કરી શકાય છે. મોટા ભાગના સમયમાં બરફ જ હોય છે. આ ધરતીથી મારો એક ખાસ સંબંધ રહ્યો છે. કાલે હું ગુફામાં એકાંત માટે જતો રહ્યો હતો. આ ગુફામાંથી ૨૪ કલાક બાબાનાં દર્શન કરી શકાય છે. વર્તમાનમાં શું થયું એનો ખ્યાલ નથી, હું માત્ર એકાંતમાં જ હતો.’

આ પણ વાંચો : ચૂંટણી 2019: એક્ઝિટ પોલમાં આ પાર્ટીને મળી સૌથી વધારે સીટ

તેમણે કહ્યું કે ‘વિકાસનું મારું મિશન, પ્રકૃતિ પર્યાવરણ અને પર્યટન, આસ્થા અને શ્રદ્ધાને વધુ સંભાળ રાખવા માટે શું કરી શકાય છે. આધ્યાત્મિક ચેતના ન કરી શકાય, પરંતુ અડચણ આવતાં રોકી શકાય છે. હું વિડિયો-કૉન્ફરન્સ કરી કામની સમીક્ષા કરું છું. અહીં કપાટ ખૂલે એ પહેલાં સેંકડો લોકોએ કામ કરવું પડે છે. સામાન્ય લોકોની સુવિધાનું ધ્યાન રાખવું પડે છે. હું ક્યારેય કંઈ જ નથી માગતો, માગવાની પ્રવૃત્તિથી સહમત જ નથી. પ્રભુએ આપણે માગવાની જરૂર ન પડે એવા યોગ્ય જ બનાવ્યા છે.’

narendra modi national news bharatiya janata party Election 2019 Lok Sabha