હૈદરાબાદ, જૂનાગઢ, કાશ્મીર ભારતનો હિસ્સો નેહરુના કારણે જ છેઃ મનીષ તિવારી

07 August, 2019 09:11 AM IST  | 

હૈદરાબાદ, જૂનાગઢ, કાશ્મીર ભારતનો હિસ્સો નેહરુના કારણે જ છેઃ મનીષ તિવારી

કૉન્ગ્રેસના સાંસદ મનીષ તિવારીએ લોકસભામાં કેન્દ્ર પર પ્રહાર કરતા જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલને ગેરબંધારણીય ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે કેન્દ્રે રાતોરાત વિશેષ રાજ્યના પુનર્ગઠન દ્વારા કાયદાનું ઉલ્લંધન કર્યું છે. આ મામલે દલીલ કરતાં તેમણે ભૂતકાળના બનાવોને ટાંક્યા હતા. તિવારીએ જણાવ્યું કે તમે બંધારણનું ખોટું અર્થઘટન કર્યું છે. તમે રાતોરાત ફેરફાર કરી અને બાદમાં વિશ્વ તેનું સમર્થન કરે તેવી અપેક્ષા ન રાખી શકો.મનીષ તિવારીએ જણાવ્યું કે આંધ્ર પ્રદેશનું પુનર્ગઠન કરાયું ત્યારે સત્તામાં રહેલા લોકો સાથે વિમર્શ કરવામાં આવ્યો હતો. બંધારણની કલમ ત્રણ અંતર્ગત રાજ્યની સરહદોમાં ફેરફાર કરવામાં આવે તે અગાઉ ચર્ચા થવી જરૂરી છે.

કૉન્ગ્રેસના નેતા મનીષ તિવારીએ ૧૯૪૭ના સમયની પરિસ્થિતિની સાથે જૂનાગઢ અને હૈદરાબાદનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ૧૯૪૭માં આઝાદી બાદ ત્રણ રાજ્યો જમ્મુ-કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢના વિલય દરમ્યાન સંવેદનશીલ સ્થિતિ ઊભી થઈ. જમ્મુ-કાશ્મીરની સ્થિતિ આ બંને કરતાં અલગ હતી.

આ પણ વાંચો: સુષ્મા સ્વરાજ: દિલ્હીના પહેલા મહિલા સીએમથી વિદેશ પ્રધાન સુધીની સફર પર એક નજર

ભારતે જમ્મુ-કાશ્મીરના વિલય વખતે કેટલાંક વચનો આપ્યાં હતાં. તે દરમ્યાન જમ્મુ-કાશ્મીર માટે વિશેષ બંધારણની રચના થઈ. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના મહારાજાએ ઘૂંટણિયા ટેક્યા અને પાકિસ્તાન સાથે જવાની જગ્યાએ ધર્મ નિરપેક્ષ ભારતની પસંદગી કરી. તેમણે એમ પણ કહ્યું કે હૈદરાબાદ, જૂનાગઢ અને જમ્મુ-કાશ્મીર જો આજે ભારતનો ભાગ છે તો તે નેહરુના કારણે

manish tewari