હાફિઝ સઈદે ભારતમાં હુમલા કરવા માટે આતંકવાદી સંગઠનો સાથે હાથ મિલાવ્યા

13 August, 2019 11:22 AM IST  |  ઇસ્લામાબાદ

હાફિઝ સઈદે ભારતમાં હુમલા કરવા માટે આતંકવાદી સંગઠનો સાથે હાથ મિલાવ્યા

હાફિઝ સઈદ

મુંબઈ પરના હુમલાના મુખ્ય આરોપી હાફિઝ સઈદના સંગઠન જમાત-ઉદ-દાવા પર પાકિસ્તાને પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યાર બાદ હાફિઝે ભારત અને અન્ય સ્થળોએ આતંકવાદી ગતિવિધિઓને સંચાલિત કરવા માટે બીજાં આતંકવાદી સંગઠનો સાથે હાથ મિલાવ્યા છે. ગુપ્ત જાણકારી પ્રમાણે લશ્કર-એ-તય્યબાના સહયોગી સંગઠન જમાત-ઉદ-દાવા ટેરર ફન્ડિંગ અને મની-લૉન્ડરિંગ કરવા માટે અન્ય સંગઠનો સાથે હાથ મિલાવીને કામ કરી રહ્યું છે.

તાજેતરમાં ગુજરાંવાલા પોલીસે ટેરર ફન્ડિંગના આરોપમાં હાફિઝ મોહમ્મદ સઈદની ધરપકડ કરી હતી. પૅરિસની નાણાકીય દેખરેખ રાખતી સંસ્થા ફાઇનૅન્શિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની ચેતવણી બાદ આ કાર્યવાહી પાકિસ્તાન દ્વારા કરવામાં આવી હતી. એફએટીએફે કહ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી નહીં કરે તો એને બ્લૅકલિસ્ટમાં સામેલ કરવામાં આવી શકે છે. આવું કરવાનો મતલબ એ કે પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ વૈશ્વિક લડાઈમાં સહયોગ નથી કરી રહ્યું. જો પાકિસ્તાન બ્લૅકલિસ્ટમાં મુકાઈ જાય તો એને આઇએમએફ, વિશ્વબૅન્ક, એડીબી, ઈયુ જેવી વૈશ્વિક સંસ્થાઓ પાસેથી નાણકીય મદદ મળવામાં મુશ્કેલી પડી જશે.

આ પણ વાંચો : ગભરાયેલા પાકિસ્તાને લદ્દાખ પાસે ફાઇટર જેટ, તોપ તહેનાત કર્યાં

એફએટીએફે જૂન ૨૦૧૮માં બીજી વખત પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં સામેલ કરી દીધું હતું. આ પહેલાં એને ૨૦૧૨માં ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યું હતું. પાકિસ્તાન પર આરોપ હતો કે એણે આતંકવાદીઓને નાણાકીય મદદ આપવા અને મની-લૉન્ડરિંગ માટે એની જમીનનો ઉપયોગ કર્યો હતો.

hafiz saeed pakistan india national news