ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 15 રાજ્યોમાં એલર્ટ, હિમાચલમાં 53 રસ્તા બંધ

28 July, 2019 09:35 PM IST  | 

ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 15 રાજ્યોમાં એલર્ટ, હિમાચલમાં 53 રસ્તા બંધ

ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 15 રાજ્યોમાં એલર્ટ

દેશભરના 21 રાજ્યોમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. મૂશળધાર વરસાદના કારણે પૂરની સ્થિતિઓ સર્જાઈ છે જ્યારે કેટલાક રાજ્યોમાં પૂરના કારણે લોકો બેહાલી ભોગવી રહ્યાં છે. દેશના 15 રાજ્યોમાં ભારે જેમાથી 6 રાજ્યમાં અતિભારે વરસાદ નોંધાયો હતો. આસામ, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન,છત્તીસગઢ, પ.બંગાળ, હિમાચલ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદના કારણે ભારે નુકસાન થયું છે. મુંબઈમાં પણ છેલ્લા 2 દિવસથી સતત વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયું છે. હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન બાદ 53 રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. બિહાર અને અસમમાં પૂરથી અત્યાર સુધી 214 લોકોનું મોત થયું છે.

મુંબઈમાં બપોરે લગભગ 219 મિમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે રવિવારે પણ મુંબઈ, નવી મુંબઈ અને કોંકણ વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે. શનિવારે મુંબઈથી 100 કિમી દૂર બદલાપુર-વાંગણીની વચ્ચે પૂરના લીધે મહાલક્ષ્મી એક્સ્પ્રેસમાં ફસાયેલા 1050 મુસાફરોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. થાણેના એક પેટ્રોલ પંપ અને રિસોર્ટમાં ફસાયેલા 115 લોકોને એરફોર્સના હેલિકોપ્ટરની મદદથી એરલિફ્ટ કરવામાં આવ્યા હતાં. મહારાષ્ટ્રમાં 24 કલાકમાં સૌથી વધુ 43.7 સેમી વરસાદ માથેરાનમાં થયો હતો.

મધ્યપ્રદેશના 26 જિલ્લામાં શનિવારે ભારેથી અતિભારે વરસાદ થયો હતો. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં શનિવાર સવારથી રાત સુધીના 15 કલાકમાં 64.6 મીમી વરસાદ થયો હતો. આ સીઝનમાં બીજી વખત એક દિવસમાં આટલો વરસાદ થયો હતો. આ પહેલા 3 જુલાઈએ 118 મિ.મી વરસાદ ખાબક્યો હતો. મોડી રાત્રે ઘણા વિસ્તારોમાં ઘુંટણ સુધી પાણી ભરાઇ ગયું હતું. હવામાન વિભાગના અનુસાર સૌથી વધુ વરસાદ મંદસૌર જિલ્લાના મલ્હારગઢ અને 140 મિ.મી. કયામપુરમાં નોંધાયો હતો. મલ્હારગઢમાં એક દિવસમાંજ એક મહિનાનું પાણી વરસ્યું હતું.

આ પણ વાંચો: અજીત ડોભાલની કાશ્મીરમાં અધિકારીઓ સાથે બેઠક, મોટા ઓપરેશનની તૈયારી !

હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાકમાં ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, પૂર્વી રાજસ્થાન, છત્તીસગઢમાં ભારે વરસાદ વરસી શકે છે. અરબી સમુદ્રમાં 40 થી 50 કિમી સ્પીડથી પવન ફુંકાય તેવુ માનવામાં આવી રહ્યું છે . ગુજરાત , મહારાષ્ટ્રમાં ખાસ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જમ્મૂ કાશ્મીરમાં પણ વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતનું નિર્માણ થયું છે. કશ્મીરના કઠુઆ, ડોડામાં પણી ભરાયું હતું. જમ્મૂ એરપોર્ટ પર પાણી ભરાઇ ગયું હતું. આસામના 31 જિલ્લા પહેલાથી પૂરની સ્થિતિના કારણે સમસ્યામાં છે. આસામમાં 57 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.

national news gujarati mid-day Gujarat Rains