હવે જૂનાં વાહનો રાખવાં પડશે મોંઘાં, સરકારે કરી બ્લૂ પ્રિન્ટ તૈયાર

02 June, 2019 11:35 AM IST  |  નવી દિલ્હી

હવે જૂનાં વાહનો રાખવાં પડશે મોંઘાં, સરકારે કરી બ્લૂ પ્રિન્ટ તૈયાર

હવે જૂનાં વાહનો રાખવાં પડશે મોંઘાં

વર્ષ ૨૦૦૦ અગાઉનાં વાહનો ખરીદવા અને રાખવા ખર્ચાળ સાબિત થઈ શકે છે. જેમાં ખાસ કરીને કમર્શિયલ વાહનો પર તેની અસર વધુ જોવા મળશે. કેન્દ્ર સરકારના પ્રસ્તાવ મુજબ વાહનોને ફરી વખત રજિસ્ટ્રેશન કરાવવા માટે ભારે ટૅક્સ ચૂકવવો પડી શકે છે જે અગાઉની રજિસ્ટ્રેશન ફી કરતાં ૧૫થી૨૦ ગણો વધુ હોઈ શકે છે. પેટ્રોલ અને ડીઝલ બંને પ્રકારનાં વાહનો પર આ ફી વધારો લાગુ થશે.

નવાં વાહનોની સરખામણીએ જૂનાં વાહનો ૨૫ ગણું વધુ પ્રદૂષણ ફેલાવે છે. જેને કારણે હવે કેન્દ્ર સરકારે જૂનાં વાહનોને માર્ગો પરથી હટાવવા માટે બ્લૂ પ્રિન્ટ ફાઇનલ કરી છે. આ પ્રસ્તાવને આગામી ત્રણ-ચાર મહિનામાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ પ્રસ્તાવ પર સરકારનું થિન્કટેન્ક ગણાતું નીતિઆયોગ પુરજોશમાં કામ કરી રહ્યું છે.

આ પણ વાંચો : પુલવામા હુમલા બાદ સેનાએ 101 આતંકવાદીઓને ઉતાર્યા મોતને ઘાટ

સરકાર ૧૫ વર્ષ જૂનાં વાહનો માટે વર્ષમાં ૨ વખત ફિટનેસ ટેસ્ટ ફરજિયાત થઇ શકે છે. જે હાલ વર્ષમાં એક જ વખત થાય છે. આ ઉપરાંત રજિસ્ટ્રેશન ફીમાં વધારો થઈ શકે છે. કાયદા મુજબ દરેક વાહનનું ૧૫ વર્ષ પછી ફરી વખત રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી હોય છે.

new delhi national news