J&Kના સરકારી કર્મચારીઓએ કામ કરવાની પાડી ના, સુરક્ષાની કરી માંગ: રિપોર્ટ

25 February, 2019 12:31 PM IST  |  શ્રીનગર

J&Kના સરકારી કર્મચારીઓએ કામ કરવાની પાડી ના, સુરક્ષાની કરી માંગ: રિપોર્ટ

ફાઇલ ફોટો

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે, જમ્મુ-કાશ્મીર રાજ્યના કર્મચારીઓએ કામ કરવાની ના પાડી દીધી છે, તે પછી રાજ્યના ગવર્નર સત્યપાલ મલિકનું એડમિનિસ્ટ્રેશન પાંગળું બની ગયું છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે, પુલવામામાં સીઆરપીએફ જવાનો પર થયેલા આતંકી હુમલા પછી જમ્મુમાં કાશ્મીરી કર્મચારીઓને જે હિંસાનો સામનો કરવો પડ્યો તેનો આ કર્મચારીઓ વિરોધ કરી રહ્યા હતા. જમ્મુમાં લગાવવામાં આવેલા કર્ફ્યુને ધ્યાનમાં રાખીને સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને (SRTC) કર્મચારીઓને ઓફિસથી ઘર અને ઘરથી ઓફિસ જવા માટે બસો પ્રોવાઇડ કરી છે. જોકે, કર્મચારીઓએ એવું કહીને આ બસોમાં ચડવાની ના પાડી દીધી કે આ સમયમાં તેઓ તેમના પરિવારોને એકલા છોડી શકે નહીં.

એક યુનિયન લીડરે જણાવ્યું કે, "અમે ઇચ્છીએ છીએ ગવર્નરનું એડમિનિસ્ટ્રેશન જમ્મુમાં કાશ્મીરી કર્મચારીઓ અને તેમના પરિવારો માટે જડબેસલાખ સુરક્ષા સુનિશ્ચિત કરે. જો તેઓ તેમ કરી શકે એમ ન હોય તો પછી તેઓ એક અઠવાડિયા માટે ઓફિસ બંધ રાખે અને અમને ઘાટીમાં પાછા જવા દે. જ્યારે પરિસ્થિતિ સામાન્ય થઈ જશે ત્યારે અમે જમ્મુમાં અમારી ડ્યૂટી પર પાછા ફરીશું."

રિપોર્ટમાં જણાવાયું છે કે 14 ફેબ્રુઆરીના રોજ આતંકી હુમલો થયા પછી સુભાષનગર અને જાનીપુરાના સરકારી ક્વાર્ટર્સ પર પથ્થરમારો થયો હોવાના બનાવો બન્યા છે. 17 ફેબ્રુઆરીની રાતે 'પેટ્રોલ બોમ્બ'ની અફવા પછી વિસ્તારના એક વાહનમાં આગ લગાવી દીધી હોવાનો મામલો પણ સામે આવ્યો છે. જોકે જમ્મુના એસએસપી તેજિંદર સિંહ જણાવે છે કે પ્રાથમિક તપાસમાં પેટ્રોલ બોમ્બ હોવાની કોઈ જાણકારી મળી નથી.

જમ્મુ-કાશ્મીર એમ્પ્લોયીઝ જોઇન્ટ એક્શન કમિટીના વાઇસ પ્રેસિડેન્ટ વજાહત હુસૈને આવા હુમલાઓ જાતીય સંવાદિતાને ડિસ્ટર્બ કરવાના ઇરાદાથી થતા હોય છે એ વાતનો ઉલ્લેખ કરીને કહ્યું કે આવા હુમલાઓ કેવી રીતે થઈ શકે જ્યારે વિસ્તારમાં કર્ફ્યુ લાગેલો હોય?

આ પણ વાંચો: જૈશે હુમલાની જવાબદારી લીધી, એનાથી મોટી શું સાબિતી જોઈએ પાકને: ભારત

રિપોર્ટમાં જણાવાયું છે કે સિવિલ સેક્રેટરિયેટના 5000માંથી આશરે 3000 કર્મચારીઓ કાશ્મીરના છે. રિપોર્ટ પ્રમાણે જમ્મુના કર્મચારીઓએ તેમના ક્વાર્ટર્સ ખાલી કરી દીધા છે અને તેમના ઘરે પાછા ચાલ્યા ગયા છે.

jammu and kashmir