ગાઝિયાબાદની કોર્ટે રેમો ડિસોઝા સામે ​બિનજામીનપાત્ર વૉરન્ટ ઇશ્યુ કર્યું

01 November, 2019 01:39 PM IST  |  ગાઝિયાબાદ

ગાઝિયાબાદની કોર્ટે રેમો ડિસોઝા સામે ​બિનજામીનપાત્ર વૉરન્ટ ઇશ્યુ કર્યું

રેમો ડિસોઝા

મુંબઈ હાઈ કોર્ટે છેતરપિંડીના કેસમાં બૉલીવુડના કોરિયોગ્રાફર રેમો ડિસોઝાની આગોતરા જામીનની અરજી ફગાવી દેતાં જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશની કોર્ટે તેના વિરુદ્ધ ઇશ્યુ કરેલા બિનજામીનપાત્ર વૉરન્ટ હજી સુધી મુંબઈ પોલીસ પાસે પહોંચ્યા નથી અને એ પૂર્વે કોઈ પણ પ્રકારનાં પગલાં લઈ શકાય નહીં.

ભૂતકાળમાં સમન્સ ઇશ્યુ કરવા છતાં રેમો ડિસોઝા કોર્ટમાં હાજર ન રહેતાં ગાઝિયાબાદ કોર્ટે ૨૩ ઑક્ટોબરે તેના વિરુદ્ધ બિનજામીનપાત્ર વૉરન્ટ ઇશ્યુ કર્યા હતા. ધરપકડથી બચવા રેમો ડિસોઝાએ ઉત્તર પ્રદેશની કોર્ટમાં વૉરન્ટ રદ કરાવી શકે એ માટે વચગાળાની રાહત મેળવવા આગોતરા જામીનની અરજી કરી હતી.

૨૦૧૬માં ઉત્તર પ્રદેશના વેપારી સત્યેન્દ્ર ત્યાગીએ ગાઝિયાબાદમાં સિહાની પોલીસ- સ્ટેશનમાં રેમો વિરુદ્ધ પાંચ કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ કરી હતી. ફિલ્મ રિલીઝ થયા બાદ બમણાં નાણાં ચૂકવવાનું વચન આપીને રેમો ડિસોઝાએ સત્યેન્દ્ર ત્યાગી પાસેથી પાંચ કરોડ રૂપિયા લીધા હતા. જોકે ફિલ્મની રિલીઝ પછી રેમો ડિસોઝાએ નાણાં પરત આપ્યાં નહોતાં તેમ જ તેને ગૅન્ગસ્ટરની મદદથી ધમકી આપી હતી.

remo dsouza national news Crime News