પાકિસ્તાનના ભૂતપૂર્વ ધારાસભ્ય બલદેવકુમારે ભારતમાં શરણ માટે અપીલ કરી

11 September, 2019 03:24 PM IST  |  નવી દિલ્હી

પાકિસ્તાનના ભૂતપૂર્વ ધારાસભ્ય બલદેવકુમારે ભારતમાં શરણ માટે અપીલ કરી

બલદેવકુમાર

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના પક્ષ પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફના જ એક નેતા બલદેવકુમાર સિંહે ભારતની ધરતી પર આવીને પાકિસ્તાનની પોલ ખોલતું નિવેદન કર્યું હતું.

બલદેવે કહ્યું કે ઇમરાન ખાન પોતે આપેલા વચનનું પાલન કરવામાં નિષ્ફળ નીવડ્યા છે અને પાકિસ્તાનમાં હિન્દુઓ કે સિખો જરા પણ સલામત નથી. મારા પર અત્યાચારો વધતાં હું અહીં આવી ગયો છું. પાકિસ્તાનમાં હિન્દુઓ અને સિખ લઘુમતી પર સતત અત્યાચાર થઈ રહ્યા છે.

બલદેવ સામાન્ય પોલિટિશ્યન નથી. એ ખૈબર પખ્તુન્વા પ્રાંતની રિઝર્વ સીટ બારિકોટ પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. પોતાનો જીવ બચાવીને એ સમગ્ર પરિવાર સાથે ભારતમાં આવી ગયા છે.

આ પણ વાંચો : ભારતને પહેલું રાફેલ હવે 20 સપ્ટેમ્બરે નહીં, પણ વિજયાદશમીના દિવસે મળશે

બલદેવ સિંહે વધુમાં કહ્યું કે ઇમરાન ખાન જીવનના તમામ ક્ષેત્રે નિષ્ફળ નીવડ્યા છે. તેમણે હિન્દુ અને સિખો તો જવા દો મુસ્લિમો માટે પણ કશું કર્યું નથી. અગાઉ જે ચીજ ૫૦૦ રૂપિયામાં મળતી હતી એ આજે ૫૦૦૦ રૂપિયા આપતાં પણ મળતી નથી. ઇમરાન ખાનનું નવું પાકિસ્તાન એમને જ મુબારક. હવે ત્યાં સુરક્ષિત રહી શકાય એમ નથી.

pakistan india national news