માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને જીતનાં અભિનંદન પાઠવ્યાં

21 May, 2019 09:32 AM IST  |  નવી દિલ્હી

માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને જીતનાં અભિનંદન પાઠવ્યાં

નરેન્દ્ર મોદી

લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. ૨૩ મેએ પરિણામ જાહેર થવાનાં છે, પરંતુ આ પહેલાં જ માલદીવથી વડા પ્રધાન મોદીને અભિનંદનનો સંદેશ આવી ગયો છે. આ સંદેશ માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે આપ્યો છે જેમાં તેઓએ માલદીવ અને એનડીએ સરકાર વચ્ચેના નજીકના સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો છે.

રવિવારે આવેલા એક્ઝિટ પોલમાં એનડીએને બહુમતી મળી છે. એને જોતાં નશીદે ટ્વીટ કર્યું કે ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ નરેન્દ્ર મોદી અને બીજેપીને અભિનંદન આપું છું. હું આશા રાખું છું કે માલદીવના લોકો અને અહીંની સરકાર સાથે મોદી અને એનડીએ સરકાર વચ્ચેના સંબંધો વધુ ગાઢ અને ઘનિષ્ઠ બનશે.

આ પણ વાંચો : દુબઈમાં આ ભારતીય સંસ્થાએ બનાવ્યો અનોખો રેકોર્ડ, એક કિમી લાંબી લાઈનમાં આપી ઈફ્તાર પાર્ટી

નવેમ્બર ૨૦૧૮માં માલદીવના નવા રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહનો શપથ સમારંભ થયો હતો જેમાં નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. સોલિહે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં અબદુલ્લા યામીનને હરાવ્યા હતા. ડિસેમ્બર, ૨૦૧૮માં રાષ્ટ્રપતિ સોલિહ ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન ભારત સરકારે માલદીવને ૯૭.૪૩ અબજ રૂપિયાની સહાય પણ જાહેર કરી હતી.

narendra modi maldives Lok Sabha Election 2019