Coronavirusને કારણે જમ્મૂ- કાશ્મીરમાં પહેલું મોત

26 March, 2020 07:33 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Coronavirusને કારણે જમ્મૂ- કાશ્મીરમાં પહેલું મોત

પ્રતીકાત્મક તસવીર

જમ્મૂ-કાશ્મીરમાં કોરોના વાયરસને કારણે પહેલા દરદીનું મૃત્યુ થું છે. પ્રદેશમાં આ સમયે કોરોના વાયરસને કારણે 10 કેસ પૉઝિટીવ આવ્યા છે. કાશ્મીરના હૈદરપોરામાં કોરોના વાયરસને કારણે મૃત્યુ પામનાર આ 65 વર્ષીય વૃદ્ધ તાજેતરમાં જ વિદેશ યાત્રા કરીને ઘરે પહોંચ્યો હતો. એટલું જ નહીં આ વ્યક્તિને કારણે તેમના પરિવારના અન્ય ચાર સભ્યો પણ સંક્રમિત થયા હતા. તે પણ પૉઝિટીવ છે અને હાલ તેમને આઇસોલેટ કરવામાં આવ્યા છે. જમ્મૂ કાશ્મીરમાં સરકાર પ્રવક્તા રોહિત કંસલે પણ આ મૃત્યુની પુષ્ટિ કરી છે.

નોંધનીય છે કે કાશ્મીરના બાંડીપોરામાં ગયા બુધવારે વધુ ચાર લોકો કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. તેની સાથે જ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ કાશ્મીરમાં પૉઢિટીવ કેસની સંખ્યા 11 થઈ ગઈ છે. જેમાં જમ્મૂના એક દરદીની સારવાર પણ થઈ છે. દરમિયાન, શ્રીનગરમાં કોરોના વાયરસના વધતાં જોખમને જોતાં પ્રશાસને આખા જિલ્લામાં બુધવાર મધરાતથી કર્ફ્યૂ લાગૂ પાડવાનો નિર્ણય લીધો છે. જિલ્લામાં ખાનગી વાહન અને ખાનગી પ્રતિષ્ઠાન 15 એપ્રિલ સુધી બંધ રહેશે.

જમ્મૂ કાશ્મીરમાં સુપરવિઝનમાં રાખનારાની સંખ્યા 5124 થઈ ગઇ છે. 3061 લોકોને હૉસ્પિટલમાં ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 326 સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. 21ના રિપોર્ટ આવવાના બાકી છે.

આ પાંચ લોકોએ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તો, જિલ્લા સાંબાની મોટી બ્રાહ્મણાની તેલી વસ્તીમાં કોરોના વાયરસના આઠ સંદિગ્ધ લોકોને પ્રશાસને ક્વૉરંટાઇનમાં મોકલી દીધા છે. છેલ્લા કેટલાક દિવસોમાં બાંડીપોરામાં કોરોના સંક્રમિત દરદીના સંપર્કમાં આ આઠ લોકો આવ્યા હતા. તો, લદ્દાખમાં 13 લોકો સંક્રમિત છે. દરમિયાન પહેલા દિવસે લૉકડાઉનનું ઉલ્લંઘન કરવા પર કેટલાય લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે.

jammu and kashmir coronavirus covid19 national news