હોટેલ, રેસ્ટોરાં, લગ્નમાં ભોજનનો બગાડ થશે તો 5 લાખનો દંડ ફટકારાશે

22 July, 2019 08:09 AM IST  |  નવી દિલ્હી

હોટેલ, રેસ્ટોરાં, લગ્નમાં ભોજનનો બગાડ થશે તો 5 લાખનો દંડ ફટકારાશે

Fssaiનો લોગો

ભારતમાં એક તરફ લાખો લોકોને બે ટંકનું ભોજન મળતું નથી અને બીજી તરફ લગ્ન સહિતના સમારોહમાં તેમ જ હોટેલો અને રેસ્ટોરન્ટોમાં ભોજનનો બગાડ થાય છે.

જોકે એને અટકાવવા માટે આજ દિન સુધી કોઈએ પહેલ કરી નહોતી. હવે સરકારના ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા ભોજનનો બગાડ અટકાવતો કાયદો બનાવવા માટેની કાર્યવાહી કરાઈ છે. આ માટેનો કાયદો લાવવાનો ડ્રાફ્ટ ઑથોરિટી દ્વારા તૈયાર કરાયો છે જે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને મોકલી આપવામાં આવશે.

આ ડ્રાફ્ટમાં મુકાયેલા પ્રસ્તાવ પ્રમાણે હોટેલ, રેસ્ટોરન્ટ અને બીજા સમારોહમાં ભોજનનો બગાડ થશે તો પાંચ લાખ રૂપિયા સુધી દંડ કરશે. કેટલાક એનજીઓ હાલમાં આ પ્રકારે વધેલું ભોજન ગરીબોને વહેંચવાનું કામ કરે છે, પણ ડ્રાફ્ટમાં આ બાબત પર પણ ધ્યાન અપાયું છે.

આ પણ વાંચોઃ પરિણીતી ચોપરાએ કર્યો ગુજરાતી સ્ટાર મલ્હાર ઠાકરને કિડનેપ !

નવી વ્યવસ્થામાં હોટેલ, રેસ્ટોરન્ટો તેમ જ મૅરેજ અને પાર્ટી પ્લૉટના સંચાલકોનું રજિસ્ટ્રેશન અને સાથે-સાથે ભોજન વહેંચનારી સંસ્થાઓનું પણ રજિસ્ટ્રેશન કરાશે. વધેલું ભોજન વહેંચતી વખતે એ વાસી નથી એ ધ્યાન રાખવાનું રહેશે. તેને પૅકેટમાં વહેંચવાનું રહેશે અને તેના પર ભોજન શાકાહારી કે માંસાહારી છે એ પણ દર્શાવવાનુ રહેશે.

national news