PM મોદીને પત્ર લખનારા 49 નિર્માતાઓ સામે FIR, જાણો ઘટના

03 October, 2019 06:30 PM IST  |  મુંબઈ ડેસ્ક

PM મોદીને પત્ર લખનારા 49 નિર્માતાઓ સામે FIR, જાણો ઘટના

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા કેટલાક દિવસોમાં ફિલ્મકારોએ વડાપ્રધાનને મૉબ લિંચિંગ વિરુદ્ધ એક્શન લેવાને લઇને પત્ર લખ્યા હતા. જેને કારણે હવે તે ફિલ્મકારો માટે મોટી મુશ્કેલી સર્જાઇ છે. આ ફિલ્મકારોએ દેશમાં ખરાબ માહોલની વાત કરતાં પીએમ મોદીને આ પત્ર લખ્યું હતું, પણ હવે આ બધાં વિરુદ્ધ એફઆઇઆર નોંધાવવામાં આવી છે.

બોલીવુડમાં 49 ફિલ્મ કલાકારો સામે મુઝફ્ફરપુર જિલ્લાના સદર થાણામાં આ FIR નોંધાવવામાં આવી છે. આ એફઆઇઆર માનનીય કોર્ટના આદેશ પછી નોંધાવાઇ છે. અધિવક્તા સુધીર ઓઝાએ આ ફિલ્મ કલાકારો વિરુદ્ધ ગયા 27-7-2019ના કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

મામલો એ હતો કે આ બધાએ દેશમાં અસહિષ્ણુતા અને ઉન્માદી હિંસાનો માહોલ જણાવીને પીએમને પત્ર લખ્યા હતા. જેને મીડિયામાં આવ્યા પછી અધિવક્તા સુધીર ઓઝાએ દેશને એક કૌભાંડ અંતર્ગત વિદેશમાં બદનામ કરવાનું આરોપ મૂકતાં કોર્ટમાં પ્રસ્તુત કરી હતી.

જણાવીએ કે આ પત્રમાં અનુરાગ કશ્યપ, કેતન મેહતા, શ્યામ બેનેગલ, રામચંદ્ર ગુહા, શુભા મુદ્ગલ, અપર્ણા સેન અને કોંકણા સેન શર્મા જેવી હસ્તીઓની સહીઓ છે. પત્ર લખવાનો હેતુ છે, વડાપ્રધાન મોદીનું ધ્યાન દેશમાં વધતી અસહિષ્ણુતા તરફ આકર્ષિત કરવાનો.

આ પણ વાંચો : આવી જઈ રહી છે આપણા સેલેબ્સની નવરાત્રી..જુઓ તસવીરો

પત્રમાં લખવામાં આવ્યું કે, હાલ દેશમાં ધર્મ, જાતિ અને મોબ લિન્ચિંગ સાથે જોડાયેલા મામલાઓ વધતા જાય છે. નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતા પત્રમાં એ પણ લખવામાં આવ્યું કે સંસદમાં વડાપ્રધાને મોબ લિન્ચિંગ જેવા મામલાનો ઉલ્લેખ કર્યો. પણ આવા ગંભીર વિષયોને સંસદમાં ઉઠાવવા પૂરતાં નથી.

national news Crime News