લાગે છે ચૂંટણીપંચની શક્તિઓ પાછી મળી ગઈ : સુપ્રીમ કોર્ટ

17 April, 2019 08:10 AM IST  | 

લાગે છે ચૂંટણીપંચની શક્તિઓ પાછી મળી ગઈ : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ

લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન ઉમેદવારો દ્વારા જાતિ-ધર્મના નામે મત માગવાના કેસમાં ગઈ કાલે ચૂંટણીપંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે અમે એવા નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. નેતાઓએ કરેલાં આપત્તિજનક ભાષણો પર ચૂંટણીપંચે કરેલી કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે મંગળવારે સંતોષ વ્યક્ત કર્યો. ચૂંટણીપંચના જવાબમાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ ટિપ્પણી કરતાં કહ્યું હતું કે લાગે છે કે ચૂંટણીપંચની શક્તિઓ તેને પરત મળી ગઈ છે.

સુપ્રીમ કોર્ટે શારજાહ (UAE)ના એક NRI યોગા ટીચર મનસુખાનીની અરજી પર સુનાવણી કરી હતી. અરજીમાં એવા નેતાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માગણી કરાઈ હતી જેઓ ચૂંટણી દરમ્યાન જાતિ-ધર્મના આધારે ટિપ્પણીઓ કરે છે. કોર્ટે ૮ એપ્રિલે આ મામલે સુપ્રીમ કોર્ટ અને ચૂંટણીપંચને નોટિસ મોકલી હતી.

સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ જ્યારે ઉત્તર પ્રદેશમાં નેતાઓ દ્વારા ધાર્મિક અને વિવાદીત નિવેદન આપવાની બાબતે ચૂંટણીપંચે શું કાર્યવાહી કરી એ વિશે સવાલ કરાયો તો પંચે કહ્યું કે અમે આ મામલે માત્ર નોટિસ મોકલી જવાબ માગી શકીએ છીએ. એ મુદ્દે નારાજ સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું હતું કે હકીકતમાં તમે એવું કહેવા માગો છો કે તમે શક્તિહીન છો?

સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ ચૂંટણીપંચે સોમવારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને બસપા પ્રમુખ માયાવતી પર ૪૮ અને ૭૨ કલાક સુધી પ્રચાર કરવાની રોક લગાવી છે. આ નર્ણિયના થોડાક કલાક પછી પંચે ભાજપનાં નેતા મેનકા ગાંધી અને સપા નેતા આઝમ ખાન પર પણ ૪૮ અને ૭૨ કલાક સુધી ચૂંટણીપ્રચાર કરવા પર રોક લગાવી છે.

માયાવતી પરનો પ્રતિબંધ યથાવત્ રહેશે

લોકસભાની ચૂંટણીના બીજા ચરણના મતદાન પહેલાં માયાવતીને સુપ્રીમ કોર્ટથી આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે માયાવતીની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. માયાવતીને હાલમાં સુપ્રીમ કોર્ટથી કોઈ રાહત નથી મળી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે કહી શકીએ કે ચૂંટણીપંચે તેમની શક્તિઓનો ઉપયોગ કર્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણીપંચે આચારસંહિતા તોડનારાઓની વિરુદ્ધ કાર્યવાહી કરી. ઉલ્લેખનીય છે કે માયાવતીએ સુપ્રીમ કોર્ટ પાસે પોતાની રૅલી માટે મંજૂરી માગી હતી.

આ પણ વાંચો : વારાણસીમાં નરેન્દ્ર મોદી 26 એપ્રિલે ભરશે ઉમેદવારીપત્રક

પ્રચાર પર નિયંત્રણ પછી યોગીએ કર્યાં બજરંગદર્શન

‘અલી-બજરંગબલી’ વિવાદને પગલે ચૂંટણી પંચે ભાષણો-પ્રચાર કરવા પર નિયંત્રણો મૂક્યાં બાદ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ગઈકાલે લખનૌના ‘હનુમાન સેતુ’ મંદિરે પહોંચ્યા હતા. ચૂંટણી પંચે યોગી આદિત્યનાથને ત્રણ દિવસ સુધી ઉમેદવારોના પ્રચારની પ્રવૃત્તિ અને ભાષણો કરવા પર પ્રતિબંધ મૂક્યા બાદ તેઓ મંદિરોની દિશામાં વYયા હતા. હનુમાન સેતુ મંદિરમાં બજરંગબલીનાં દર્શન કર્યાં બાદ હનુમાન ચાલીસાનો પાઠ પણ કર્યો હતો.

supreme court yogi adityanath mayawati national news