ચૂંટણી પરિણામઃભાજપે આપ્યા મીઠાઈ, ફૂલ અને ફટાકડાના ઓર્ડર

23 May, 2019 09:35 AM IST  |  ગાંધીનગર

ચૂંટણી પરિણામઃભાજપે આપ્યા મીઠાઈ, ફૂલ અને ફટાકડાના ઓર્ડર

ભાજપનો ઝંડો

આવતીકાલે લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ત્યારે પરિણામ પહેલા જ ભાજપે જીતની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જીત મળ્યા બાદ ઉજવણી કરવા માટે ગુજરાત ભાજપ સજ્જ થઈ ચૂક્યુ છે. મળતી માહિતી પ્રમાણે ભાજપે મીઠાઈથી લઈ ફૂલ અને હાર સહિત ફટાકડાના ઓર્ડર આપી દીધા છે. જો કે કોંગ્રેસ તરફથી આવી કોઈ તૈયારીઓ નથી દેખાઈ રહી. ગુજરાત ભાજપના કાર્યાલય કમલમથી શરૂ કરીને જિલ્લા, તાલુકાના ભાજપનાી ઓફિસો પર જીતની ઉજવણી કરવા માટે ભાજપે સૂચના આપી દીધી છે. ભાજપના ધારાસભ્ય અને આગેવાનોને પણ દરેક બેઠક પર ઉજવણી માટે હાજર રહેવાની સૂચના આપી દેવાઈ છે.

બીજી તરફ કોંગ્રેસના ખેમામાં નિરાશા દેખાઈ રહી છે. કોંગ્રેસ પક્ષ તરફથી રાજ્યની એક પણ બેઠક પર કોઈ તૈયારી ન હોવાના અણસાર દેખાઈ રહ્યા છે. જેની સામે ભાજપ ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે. ભાજપ હાઈ કમાન્ડ દ્વારા સાંસદો અને ધારાસભ્યોથી લઈ કોર્પોરેટરોને ઉજવણી માટે જુદી જુદી સૂચના આપવામાં આવી છે. કમલમમાં ઉજવણી માટે ગુલાલ, ફૂલ, ફટાકડા અને મીઠાઈના કોન્ટ્રાક્ટ પણ આપી દેવાયા છે.

આ પણ વાંચોઃ શું લાગે છે, કોણ આવશે ? ગુજરાતીઓ માને છે...

ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીનું 33મી મેના રોજ પરિણામ જાહેર થવાનું છે. એક્ઝિટ પોલ જો સાચા ઠરશે તો મોદી સરકારનું પુનરાવર્તન નક્કી છે. દિલ્હીમાં પણ ભાજપ એનડીએના સાથી પક્ષો સાથે બેઠકો કરી આગળની રણનીતિ ઘડી રહ્યું છે.

Gujarat BJP Gujarat Congress Election 2019