કોણ બનશે દિલ્હીનો વારસદાર? નક્કી કરશે દેશનાં આ છ રાજ્યો

11 March, 2019 11:12 AM IST  | 

કોણ બનશે દિલ્હીનો વારસદાર? નક્કી કરશે દેશનાં આ છ રાજ્યો

છ રાજ્યોના પરિણામની પડશે અસર

વિશ્વના સૌથી મોટા લોકતંત્ર એવા ભારતમાં ગઈ કાલે ચૂંટણી જંગની તારીખોની ઘોષણા થઈ છે. ૨૩ મેના રોજ આવનારાં પરિણામો પર દેશ સહિત દુનિયા આખીની નજર છે. ૨૦૧૯ની લોકસભાની ચૂટંણી ન માત્ર દેશની દિશા નક્કી કરશે, પરંતુ ભારતીય રાજનીતિનું ભવિષ્ય પણ નિર્ધારિત કરશે. આ વખતે સર્જિકલ સ્ટ્રાઇક બાદ ભાજપના મોદી લહેરના દાવા અને વિરોધ પક્ષોની મહાગઠબંધનની ગડમથલ વચ્ચે આ છ રાજ્યો દિલ્હીનો વારસદાર નક્કી કરશે. તો જાણો કયાં છે આ છ રાજ્યો અને શું કહે છે એનાં રાજકીય સમીકરણો.

ઉત્તર પ્રદેશ: ૮૦ બેઠકો

દેશની ચૂંટણીની રાજનીતિમાં કહેવામાં આવે છે કે જે પક્ષનો ઉત્તર પ્રદેશ પર કબજો એનું દિલ્હીમાં રાજ. આ કહેવત પાછળ એક હકીકત પણ છે. એનું સૌથી મોટું કારણ છે અહીંની ૮૦ લોકસભા સીટો. લોકસભાની સીટોના હિસાબથી ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ રીતસરનું કેસરિયા રંગે રંગાઈ ગયું હતું. મોદી લહેરમાં એનડીએએ ઉત્તર પ્રદેશની ૭૧ બેઠકો પર કબજો જમાવ્યો હતો. જોકે આ વખતે કટ્ટર હરીફ ગણાતાં માયાવતી અને અખિલેશ યાદવ વચ્ચે બેઠકોને લઈને સમજૂતી થઈ છે જેને કારણે ચિત્રમાં બહુ મોટો બદલાવ આવે એવી શક્યતા છે.

મહારાષ્ટ્ર: ૪૮ બેઠકો

આખા દેશમાં બેઠકોની સંખ્યાની દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ પછીનું સૌથી મહkવનું રાજ્ય મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રની ૪૮ બેઠકોમાંથી ગયા વખતે ૪૦ બેઠકો જીતીને શિવસેના-બીજેપીએ સનસનાટી ફેલાવી દીધી હતી, મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસ સિવાય કોઈ પક્ષ આટલી બેઠકો જીતી શક્યો નહોતો. કેન્દ્રમાં સત્તા મેળવવા માટે આ રાજ્યમાં સારો દેખાવ કરવો અત્યંત મહkવનો હોવાથી જ બીજેપીએ લોકસભાની ચૂંટણીમાં શિવસેના સાથેની યુતિ અકબંધ રાખવા માટે બધા જ પ્રયત્નો કર્યા હતા. બીજી તરફ રાજ્યમાં વિપક્ષોએ પણ મહાગઠબંધન કરીને બીજેપી-શિવસેના યુતિને સત્તાના સિંહાસનથી દૂર કરવા માટેની કવાયત આદરી છે.

પશ્ચિમ બંગાળ: ૪૨ બેઠકો

આ વખતની લોકસભામાં સૌ કોઈની નજર હોય તો એ પãમ બંગાળ પર છે. ભાજપ જ્યાં પિમ બંગાળમાં વધારેમાં વધારે બેઠકો જીતીને ઉત્તર પ્રદેશમાં પડનારી સંભવિત ખાધને પૂરી કરવા ધારે છે તો બીજી બાજુ રાજ્યમાં સત્તારૂઢ તૃણમૂલ કૉન્ગ્રેસનાં સુપ્રીમો મમતા બૅનરજી વધુમાં વધુ બેઠકો જીતીને વડા પ્રધાનપદ માટે પોતાનો દાવો મજબૂત કરવા માગે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બન્ને પક્ષો રાજ્યમાં એકલા હાથે ચૂંટણીમેદાનમાં ઊતરી શકે છે.

બિહાર: ૪૦ બેઠકો

બિહારમાં એનડીએનાં દળો વચ્ચે બેઠકોની ફાળવણીની ફૉમ્યુર્લાળ લગભગ નક્કી થઈ ગઈ છે. ભાજપ અને જેડીયુ ૧૭-૧૭ બેઠકો પર તો એલજેપી ૬ બેઠકો પર ચૂંટણી લડશે. આ ફાળવણીમાં સૌથી લાભમાં કોઈ પાર્ટી રહી હોય તો એ છે એલજેપી અને સૌથી વધારે ખોટમાં રહી હોય તો એ છે ભાજપ. અહીં એલજેપીને લોકસભાની ૬ ઉપરાંત રાજ્યસભાની પણ એક બેઠક આપવામાં આવી છે, જ્યારે ૨૦૧૪માં બાવીસ બેઠકો જીતનારી ભાજપ આ વખતે માત્ર ૧૭ બેઠકો પરથી જ ચૂંટણી લડશે.

તામિલનાડુ: ૩૯ બેઠકો

તામિલનાડુમાં ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝઘમ અને ભાજપ વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. તામિલનાડુની ૩૯ અને પૉન્ડિચેરીની એક બેઠકને લઈને બન્ને પક્ષો વચ્ચે ફાળવણી થઈ છે. ભાજપને ૧૫ તો AIADMK ૨૫ બેઠકો મળી છે. ભાજપ આ રાજ્યોમાં ૮ બેઠકો પરથી ચૂંટણી લડશે તો ૪ બેઠકો પીએમકેને અને ૩ ડીએમડીકેને આપશે. બીજી તરફ ખ્ત્ખ્Dપ્ધ્ પોતાની ૨૫ બેઠકોમાંથી જી. કે. વાસનની ટીએમસી, એન રંગાસ્વામીની એનઆરસી અને કૃષ્ણાસ્વામીની પીટી જેવી પાર્ટીઓને પણ ટિકિટોની ફાળવણી કરશે.

આ પણ વાંચોઃ લોકસભા ચુંટણી 11 એપ્રિલથી 19 મે દરમ્યાન થશે અને 23 મે પરિણામ જાહેર થશે

ગુજરાત: ૨૬ બેઠકો

૧૯૯૫થી ગુજરાતમાં ભાજપની બોલબાલા છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે પહેલી વખત ગુજરાતની તમામ ૨૬ બેઠકો જીતી હતી. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કૉન્ગ્રેસ ફરી એક વાર ગુજરાતમાં બેઠી થઈ છે. ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગ્થ્ભ્ને પહેલી વખત ૧૦૦ કરતાં ઓછી બેઠક મળી હતી. કૉન્ગ્રેસના શાનદાર દેખાવમાં હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર આ ત્રિપુટીનો મોટો ફાળો હતો, પરંતુ લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે જ કૉન્ગ્રેસના ઘણા વિધાનસભ્યોએ પક્ષપલટો કરીને પક્ષની હાલતને બગાડવાનું કામ કર્યું છે.

Election 2019 Loksabha 2019