લોકસભા ચુંટણી 11 એપ્રીલથી 19 મે દરમ્યાન થશે અને 23 મે પરીણામ જાહેર થશે

Updated: Mar 10, 2019, 19:49 IST | નવી દિલ્હી

લોકસભા ચુંટણી કુલ સાત ચરણમાં યોજાશે. જેમાં ચુંટણીના પહેલા ચરણની શરૂઆત 11 એપ્રીલથી થશે. આમ લોકસભા ચુંટણી 2019 11 એપ્રીલ થી 19 મે દરમ્યાન થશે અને પરીણામ 23 મેના રોજ થશે. ગુજરાતમાં ત્રીજા ચરણનું મતદાન 23 એપ્રિલના રોજ થશે.

સાત ચરણમાં યોજાશે ચૂંટણી
સાત ચરણમાં યોજાશે ચૂંટણી

જેની ઘણા સમયથી રાહ જોવાઇ રહી હતી તે લોકસભા ચુંટણીની આજે ચુંટણી કમિશને જાહેર કરી દેવામાં આવી છે. ચુંટણી કમિશ્નર સુનિલ અરોરાએ આ અંગે પત્રકાર પરીષદ યોજી હતી. લોકસભા ચુંટણી કુલ સાત ચરણમાં યોજાશે. જેમાં ચુંટણીના પહેલા ચરણની શરૂઆત 11 એપ્રીલથી થશે. આમ લોકસભા ચુંટણી 2019 11 એપ્રીલ થી 19 મે દરમ્યાન થશે અને પરીણામ 23 મેના રોજ થશે. ગુજરાતમાં ત્રીજા ચરણનું મતદાન 23 એપ્રિલના રોજ થશે.

NOTA નો વિકપ્લ રહેશે

આજથી ચુંટણીની જાહેરાત થતા આચારસંહિતતા લાગુ થઇ ગઇ છે. ચુંટણી કમિશ્નરના જણાવ્યા પ્રમાણે જો આચારસંહીતાના નિયમોનું ઉલ્લંઘન થશે તો કડક કાયદાકીય કાર્યવાહી થશે. લોકસભા ચુંટણી 2019માં વોટર પાસે NOTA નો વિકલ્પ રહેશે. તો ચુંટણી કમિશ્નરે કડક શબ્દોમાં કહ્યું હતું કે વોટીંગના 48 કલાક પહેલા લાઉડસ્પીકર નહી વગાડવામાં આવે. જો નિયમું ઉલ્લંઘન થશે તો કાયદાકીય કાર્યવાહી થશે.

કુલ સાત ચરણોમાં થશે મતદાન

લોકસભા ચુંટણીની આજે જાહેરાત થઇ ગઇ છે. જેમાં કુલ સાત ચરણોમાં ચુંટણીમાં મતદાન થશે. પહેલા ચરણનું મતદાન 11 એપ્રીલના રોજ થશે. જ્યારે સાતમાં અને અંતિમ ચરણનું મતદાન 19 મેના રોજ થશે.

પ્રથમ ચરણ : 11 એપ્રિલ 2019
બીજું ચરણ : 18 એપ્રિલ 2019
ત્રીજું ચરણ : 23 એપ્રિલ 2019
ચોથું ચરણ : 29 એપ્રિલ 2019
પાંચમું ચરણ : 6 મે 2019
છઠ્ઠું ચરણ : 12 મે 2019
સાતમું ચરણ : 19 મે 2019

મત ગણતરી : 23 મે 2019

પેઇડ ન્યુઝ પર થશે કાર્યવાહી

લોકસભા ચુંટણી દરમ્યાન મીડિયાની સકારાત્મક ભુમિકા રહેશે. પેઇડ ન્યુઝ પર કડક કાર્યવાહી થશે. સોશીયલ મીડિયા માટે ગાઇડલાઇન બનશે. પ્રચારનું પણ ધ્યાન રખાશે.

પહેલું ચરણમાં ક્યા રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

આંધ્ર પ્રદેશ 23, અરૂણાચલ પ્રદેશ 2, અસમ 5, બિહાર 4, છત્તીસગઢ 1, જમ્મુ-કશ્મીર 2, મહારાષ્ટ્ર 7, મણિપુર 1, મેઘાલય 2, મિઝોરમ 1, નાગાલેન્ડ 1, ઓડિશા 4, સિક્કિમ 1, તેલંગાણા 17, ત્રિપુરા 1, યુપી 8, ઉત્તરાખંડ 5, પ.બંગાળ 2, અંડમાન એન્ડ નિકોબાર 1 અને લક્ષદિપ 1 સીટોમાં મતદાન થશે.

બીજા ચરણમાં ક્યા રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

બીજા ચરણમાં અસમ 5, બિહાર 5, છત્તીસગઢ 3, જમ્મુ કાશ્મીર 2, કર્ણાટક 14, મણિપુર 1, ઓડિશા 5, તમિલનાડુંના તમામ 39, ત્રિપુરા 1, ઉત્તર પ્રદેશ 8, પ.બંગાળ 3 અને પોંડિચેરીની 1 સીટ માટે 18 એપ્રિલના વોટીંગ થશે.

ત્રીજા ચરણમાં ક્યા રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

ત્રીજા ચરણમાં અસમમાં 4, બિહારમાં 5, છત્તીસગઠમાં 7, ગુજરાતમાં 26, જમ્મુ કાશ્મીરમાં 1, કર્ણાટકમાં 14, કેરળમાં 20, મહારાષ્ટ્રમાં 14, ઓડિશામાં 6, યુપીમાં 10, પ.બંગાળમાં 5, દાદરનગર હવેલીમાં 1, દમન દીવમાં 1 સીટમાં 23 એપ્રીલના રોજ વોટીંગ થશે.

ચોથા ચરણમાં ક્યા રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

ચોથા ચરણમાં બિહારમાં 5, જમ્મુ કાશ્મીરમાં 1, ઝારખંડમાં 1, મધ્યપ્રદેશમાં 6, મહારાષ્ટ્રમાં 17, ઉડીસામાં 6, રાજસ્થાનમાં 13, યુપીમાં 13, બંગાળમાં 8 સીટો માટે 29 એપ્રીલના રોજ મતદાન થશે.

પાંચમાં ચરણમાં ક્યા રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

પાંચમાં ચરણમાં બિહારમાં 5, જમ્મુ કાશ્મીરમાં 2, ઝારખંડમાં 4, મધ્ય પ્રદેશમાં 7, રાજસ્થાનમાં 12, ઉ. પ્રદેશમાં 14 અને પ.બંગાળમાં 7 સીટો પર 6 મેના રોજ મતદાન થશે.

છઠ્ઠા ચરણમાં ક્યા રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

છઠ્ઠા ચરણમાં બિહારમાં 8, હરિયાણામાં 10, ઝારખંડમાં 4, મધ્યપ્રદેશમાં 8, ઉત્તરપ્રદેશમાં 14, પ. બંગાળમાં 8 અને દિલ્હીમાં તમામ 7 સીટો માટે 12 મેના રોજ મતદાન થશે.

સાતમાં ચરણમાં ક્યા રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

સાતમાં ચરણ માટે બિહારમાં 8, ઝારખંડમાં 3, પંજાપમાં 13, પ.બંગાળમાં 9, ચંદિગઢમાં 1, ઉત્તર પ્રદેશમાં 13 અને હિમાચલ પ્રદેશમાં 4 સીટો માટે 19 મેના રોજ મતદાન થશે.

90 કરોડ લોકો આપશે મત : EC

ચુંટણી કમિશ્નરના જણાવ્યા અનુસાર 90 કરોડ લોકો આ વખતે મત આપવા જઈ રહ્યા છે. 18-19 વર્ષનાં 1.5 કરોડ મતદારો છે. ચુંટણી કમિશ્નર સુનીલ અરોડાએ વધુમાં જણાવ્યું કે બૂથ પર પાણી, શૌચાલય અને વીજળી જેવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સાથે જ આ ચૂંટણીમાં પણ NOTAનો ઉપયોગ થશે અને ત્યારે બૂથો પર EVMની સાથે VVPT પણ લગાડવામાં આવશે. આ પહેલાં મુખ્ય ચૂંટણી કમિશનર ડો. એસવાય કુરૈશીએ ટ્વિટર કરી કેટલાંક આંકડાઓ શેર કર્યા છે જે મુજબ 2004માં અધિસૂચના 29 ફેબ્રુઆરી, 2009માં અધિસુચના 2 માર્ચ અને 2014માં અધિસુચના 5 માર્ચે થઈ હતી. એવામાં આ વખતે ચૂંટણી પંચ અધિસૂચના જાહેર કરવામાં મોડા છે.

ચુંટણી પંચ સોશિયલ મીડિયા પ્રચાર પર રાખશે નજર

ચુંટણી કમિશ્નર એરોડાએ જણાવ્યું કે આચારસંહિતાનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી થશે. આચારસંહિતા ભંગની કરવાની ફરિયાદ નોંધાવવા માટે ચૂંટણી પંચે અન્ડ્રોઇડ એપની જાહેરાત કરી છે. 100 મિનિટની અંદર જ સંબંધિત અધિકારી આ અંગેનો જવાબ આપશે.

ચુંટણી પંચ દ્રારા 1950 હેલ્પલાઇન ચાલુ કરાઇ

ચૂંટણી પંચ દ્વારા હેલ્પલાઇન 1950 છે. આ નંબર પર વોટર લિસ્ટમાં નામ છે કે નહીં તે ચેક કરી શકાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થતાં પ્રચાર પર ચૂંટણી પંચ નજર રાખશે, સોશિયલ મીડિયા માટે પણ ગાઇડલાઇન નક્કી કરવામાં આવશે

આ રાજ્યોમાં વિધાનસભા ચુંટણી પણ યોજાશે

તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ અને ઓડિશામાં વિધાનસભાની ચુંટણીનું મતદાન લોકસભા ચુંટણીની સાથે જ થશે. તો જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાને જોતા વિધાનસભાની ચુંટણી લોકસભા સાથે નહી થાય.

J&K ના પુર્વ CM અબ્દુલ્લાએ કહ્યું પહેલીવાર થયું આવું

જમ્મુ કાશ્મીરના પુર્વ મુખ્યમંત્રી અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કહ્યું કે વર્ષ 1996 બાદ પહેલીવાર બન્યું કે જમ્મુ કાશ્મીરમાં સમય સર વિધાનસભા ચુંટણી નહી થાય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK