PM મોદી પર આધારિત વેબસિરીઝ મૂકાઈ શકે છે મુશ્કેલીમાં, ECને મળ્યો પત્ર

16 April, 2019 09:03 AM IST  |  દિલ્હી

PM મોદી પર આધારિત વેબસિરીઝ મૂકાઈ શકે છે મુશ્કેલીમાં, ECને મળ્યો પત્ર

બાયોપિક પર બબાલ (Image Courtesy:The Economic Times)

દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી વેબ સિરીઝને લઈ ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. આ પત્રમાં દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું છે કે આ વેબ સિરીઝ એક મહિના પહેલા ઓનલાઈન થઈ છે પરંતુ તેના માટે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી પાસેથી પરમિશન નથી લેવાઈ.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ વડાપ્રધાન નરેન્દર મોદીના જીવન પર બનેલી બાયોપિકને પ્રતિબંધિત કરી દેવાઈ છે. પૂર્વ દિલ્હીના જિલ્લા ચૂંટણી અધિકારી મહેશે આ મામલે મળેલી ફરિયાદ બાદ મુખ્ય ચૂંટણી અધિકારીએ વેબસિરીઝના પ્રસારણ અંગે MCMCની મંજૂરી અંગે માહિતી માગી હતી.

આ ફરિયાદમાં ઉલ્લેખ હતો કે ચૂંટણી પંચના નિર્દેશ છતાંય આ વેબસિરીઝ બે રોકટોક સ્ટ્રીમ થઈ રહી છે. એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે વેબ સિરીઝ કોઈ રાજ્ય વિશેષ અંગે નથી, એટલે ચૂંટણી પંચે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. તો વધુ એક અધિકારીનું કહેવું છે કે આ વેબસિરીઝ ખાનગી પ્રોડક્શનનથી છે, તેનો કોઈ રાજકીય પક્ષ સાથે સંબંધ નથી એટલે ચૂંટણીની આચારસંહિતા લાગુ થયા બાદ મુંબઈમાં આ મામલે મંજૂરી લેવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે 10 એપિસોડની આ વેબસિરીઝ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનના જુદા જુદા તબક્કાઓ પર આધારિત છે.

narendra modi entertaintment Election 2019