ત્રણ દિવસમાં પેટ્રોલમાં 68 અને ડીઝલમાં 58 પૈસાનો વધારો નોંધાયો

20 September, 2019 08:21 AM IST  |  નવી દિલ્હી

ત્રણ દિવસમાં પેટ્રોલમાં 68 અને ડીઝલમાં 58 પૈસાનો વધારો નોંધાયો

પેટ્રોલ

ઑઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત ત્રીજા દિવસે ગઈ કાલે ગુરુવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૨૯ પૈસા અને ડીઝલમાં ૧૯ પૈસા પ્રતિ લીટર વધારો થયો છે. સાઉદી અરબની ઑઇલ રિફાઇનરી પર વીતેલા સપ્તાહે થયેલા હુમલા બાદ ક્રૂડ ઑઇલની કિંમતમાં આવેલ જોરદાર તેજીને કારણે આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થવાની સંભાવના છે. દિલ્હીમાં પેટ્રોલ ૭૨.૭૧ અને ડીઝલ ૬૬.૦૧ રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

કલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલની કિંમત વધીને ક્રમશઃ ૭૫.૪૩ રૂપિયા, ૭૮.૩૯ રૂપિાયા અને ૭૫.૫૬ રૂપિયા પ્રતિ લીટર છે. ત્રણે મહાનગરોમાં ડીઝલની કિંમત પણ વધીને ક્રમશઃ ૬૮.૪૨, ૬૯.૨૪ અને ૬૯.૭૭ રૂપિયા પ્રતિ લીટર છે.

આ પણ વાંચો : નાસાને પણ નિષ્ફળતા, ઓર્બિટર ન પાડી શક્યું લેન્ડર વિક્રમનો ફોટો

પેટ્રોલ-ડીઝલની કિંમત સતત ત્રણ દિવસથી વધી રહી છે જેમાં પેટ્રોલમાં ત્રણ દિવસમાં ૬૮ પૈસા અને ડીઝલની કિંમતમાં ત્રણ દિવસમાં ૫૮ પૈસાનો વધારો થયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થવાને કારણે સામાન્ય લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડશે, કારણ કે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થવાથી વસ્તુ અને સેવાના મૂલ્યમાં એની સીધી અસર પડે છે.

new delhi national news