Delhi Rain : દિલ્હીમાં ધોળા દિવસે કાળા ડિબાંગ વાદળ, વરસાદની સાથે બરફ

14 March, 2020 06:42 PM IST  |  New Delhi

Delhi Rain : દિલ્હીમાં ધોળા દિવસે કાળા ડિબાંગ વાદળ, વરસાદની સાથે બરફ

દિલ્હીમાં વરસાદ

દિલ્હી-એનસીઆરના આકાશમાં છવાયેલા વાદળા આખરે બપોર પછી વરસી પડ્યા. દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદને કારણે અંધારું છવાઇ ગયું. તો, દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ઝમાઝમ વરસાદની સાથે બરફ પણ પડવાની માહિતી છે. વરસાદને કારણે અનેક જગ્યાઓ પર રસ્તા પર પાણી ભરાઇ જવાને કારણે જામ લાગવાનું શરૂ થઈ ગયું છે. મળતી માહિતી પ્રમાણે દિલ્હીના દક્ષિણ વિસ્તારમાં ઝમાઝમ વરસાદની સાથે બરફ પણ પડી રહ્યું છે, આથી લોકો માટે રસ્તા પર પગે ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું.

આ પહેલા શુક્રવારે સાંજે અને પછી રાતે પણ વરસાદને કારણે રસ્તા પર પહેલાથી પાણી ભરાયેલું હતું અને ફરી શનિવારે બપોરે થયેલા વરસાદને કારણે ટ્રાફિક જામ થવા લાગી છે.

આ પહેલા દિલ્હી-એનસીઆરમાં શુક્રવારે સાંજે એકવાર ફરી વાતાવરણ બદલાઇ ગયું. મોડી રાતે કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો. ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department) પ્રમાણે, રવિવારથી વાતાવરણમાં ઝડપી ફેરફાર થશે અને ગરમી વધી શકે છે.

અધિકતમ તાપમાનમાં થયો વધારો
પશ્ચિમી વિક્ષોભના અસરથી દિલ્હી-એનઆરસીના વાતાવરણમાં આ પરિવર્તન આવી રહ્યું છે. આ પહેલા શુક્રવારે અન્ય દિવસોની તુલનામાં અધિકતમ તાપમાનમાં વધારો થયો છે. શુક્રવારે અધિકતમ તાપમાન 28.3 ડિગ્રી સેલ્સિયસ રહ્યું અને ન્યૂનતમ તાપમાન 13.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. જો કે, અધિકતમ તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ ઓછું કહેવામાં આવી રહ્યું છે.

રવિવારથી બદલાશે વાતાવરણ
હવામાન વિભાગ પ્રમાણે, રવિવારથી હવામાન બદલાવા લાગશે. અનુમાન છે કે 18-19 માર્ચ સુધી દિલ્હીનું અધિકતમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે. તો દિવસમાં તડકો નીકળવાને કારણે ન્યૂનતમ તાપમાન પણ વધીને 17 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

હવામાન વિભાગ પ્રમાણે, આગામી સપ્તાહથી હવામાનમાં પરિવર્તન થશે અને અધિકતમ તાપમામ 33થી 34 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે જ્યારે એપ્રિલના બીજા અઠવાડિયા સુધી આ 35 ડિગ્રી પાર થઈ જશે. એપ્રિલમાં જ આ 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ પહોંચી શકે છે.

એપ્રિલમાં તાપમાનમાં થશે ઝડપથી વધારો
સ્કાયમેટ વેધરના મુખ્ય હવામાન વિજ્ઞાની મહેશ પલાવતે જણાવ્યું કે સામાન્ય રીતે સરદી, ઉધરસ, તાવ વગેરે ફ્લૂ તાપમાન વધવાની સાથે ખતમ થઈ જાય છે. પણ કોરોનાને લઈને કંઇપણ કહી શકવુ મુશ્કેલ છે. જો કે, બે અઠવાડિયાના ડિલે બાદ હવે ઉનાળો કેટલાક દિવસ આગળ ઠેલાઇ છે. આશા છે કે એપ્રિલમાં ગરમી અને તાપમાન બન્ને પોતાના રંગમાં આવી જશે.

કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ઉનાળાની સીઝનમાં તાપમાનમાં 1થી 1.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો ખશે. મે મહિનાના અંત સુધીમાં અધિકતમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

new delhi mumbai weather